World Disability Day 2025: દુનિયામાં અનેક બાળકો ખોડખાંપણ સાથે જન્મ લેતા હોય છે, એટલે કે આવા બાળકોને શરીરના કોઈને કોઈ અંગમાં ખામી રહી જતી હોય છે. આવા બાળકોને સ્પેશિયલ ચાઈલ્ડ અર્થાત દિવ્યાંગની કેટેગરીમાં રાખવામાં આવે છે.
દિવ્યાંગ વ્યક્તિઓને સમાન તકો પુરી પાડવા તેમજ તેમના અધિકારોનું રક્ષણ કરવા માટે દર વર્ષે 3 ડિસેમ્બરના રોજ વિશ્વ દિવ્યાંગ દિવસ ઉજવવામાં આવે છે. જેને વિશ્વ વિકલાંગતા દિવસ પણ કહે છે.
વિકલાંગતાને લઈને દિવ્યાંગો સાથે થઈ રહેલા અન્યાય અને ભેદભાવને દૂર કરવા અને તેમને સમાજમાં ઉચિત સન્માન મળી રહે તે માટે આ દિવસ ખૂબ જ મહત્ત્વ ધરાવે છે. દર વર્ષે દિવ્યાંગ દિવસ માટે એક થીમ પસંદ કરવામાં આવે છે. આ થીમ આધારિત વિશ્વભરમાં વિવિધ કાર્યક્રમો, સેમિનારનું આયોજન કરવામાં આવે છે, તો ચાલો આજના લેખમાં જાણીએ વિશ્વ દિવ્યાંગ દિવસ કેમ ઉજવવામાં આવે છે અને આ વર્ષની થીમ કંઈ છે
વિશ્વ દિવ્યાંગ દિવસની થીમ (World Disability Day 2025 Theme)
દર વર્ષે વિશ્વ દિવ્યાંગ દિવસ માટે એક ચોક્કસ થીમ નક્કી કરવામાં આવે છે, જેના થકી આ વર્ષની ઉજવણી માટે પ્રાથમિકતાઓ અને સંદેશ નક્કી કરવામાં આવે છે. 2025 માટે “Fostering disability-inclusive societies for advancing social progress” અર્થાત વિકલાંગસામાજિક પ્રગતિને આગળ વધારવા માટે વિકલાંગતા-સમાવેશક સમાજોને પ્રોત્સાહન" રાખવામાં આવી છે. જેથી દિવ્યાંગોની સામાજિક પ્રગતિ શક્ય બને. આ થીમ ના ઉદ્દેશ્ય છે, જો સામાજિક વિકાસ અને સમાનતા ત્યારે જ શક્ય બની શકે છે જ્યારે સમાજ , નીતિઓ , પરિસ્થિતિઓ અને વાતાવરણ વિકલાંગ લોકો માટે અનુકૂળ હોય.
વિશ્વ દિવ્યાંગ દિવસનો ઈતિહાસ (History Of World Disability Day In Gujarati)
વિશ્વ દિવ્યાંગ દિવસની શરૂઆત સૌપ્રથમ વર્ષ 1981માં થઈ હતી. જે બાદ 1992માં સંયુક્ત રાષ્ટ્ર ( યુએન) મહાસભાએ એક ઠરાવ પસાર કર્યો અને નક્કી કર્યું કે વિશ્વ વિકલાંગતા દિવસ દર વર્ષે 3 ડિસેમ્બરના રોજ વિકલાંગ વ્યક્તિઓ માટે વૈશ્વિક સ્તરે ઉજવવામાં આવશે.
શરૂઆતમાં આ દિવસને આંતરરાષ્ટ્રીય વિકલાંગ દિવસ તરીકે નામ આપવામાં આવ્યું હતું. જો કે 2007માં મહાસભાએ નામમાં સુધારો કરીને તેને આંતરરાષ્ટ્રીય વિકલાંગતા દિવસ તરીકે બદલી નાખ્યું. જેથી લોકોમાં વિકલાંગતા શબ્દ પ્રત્યે જાગૃતિ અને આદરની લાગણી મજબૂત થઈ શકે.
વિશ્વ વિકલાંગતા દિવસનું મહત્વ Significance of World Disability Day
- સમાજના લોકોમાં અપંગ લોકોના સ્વાસ્થ્ય અને જીવન સાથે સંકળાયેલા પડકારો અને તેમના અધિકારોની જરૂરિયાત વિશે જાગૃતિ લાવવી જોઈએ.
- શિક્ષણ , કાર્ય , આરોગ્ય , સામાજિક અને સાંસ્કૃતિક જીવનમાં અપંગ વ્યક્તિઓની સરળ ભાગીદારી સુનિશ્ચિત કરવાનો અને તેમને દરેક જગ્યાએ સમાન રીતે સામેલ કરવાનો છે.
- વિકલાંગ લોકોના અધિકારોનું રક્ષણ કરવાનો છે , જેથી તેમને આત્મનિર્ભર બનવામાં મદદ મળી શકે.
- અપંગ લોકો પણ સમાજમાં સક્રિય રહી શકે છે અને પોતાને શક્તિશાળી માની શકે છે.
- દિવ્યાંગોનું સશક્તિકરણ: આપણી સામાજિક ફરજ
