અમદાવાદના પ્રવાસીઓમાં વધ્યો સાંસ્કૃતિક પ્રવાસનો ક્રેઝ;વારસો અને તહેવારો બન્યા સૌથી મહત્વની પસંદગી

અમદાવાદના પ્રવાસીઓમાં સાંસ્કૃતિક પ્રવાસનો ક્રેઝ વધ્યો છે, જેમાં વારસો, તહેવારો અને આધ્યાત્મિક સ્થળો મુખ્ય પ્રેરણા બની રહ્યા છે. સ્કાયસ્કેનરના સર્વે મુજબ, 88% પ્રવાસીઓનો રસ વધ્યો છે અને 56% લોકો સાંસ્કૃતિક અનુભવોને કેન્દ્રમાં રાખીને વેકેશનનું આયોજન કરે છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Thu, 06 Aug 2026 11:04 PM (IST)Updated: Thu, 06 Aug 2026 11:04 PM (IST)
cultural-tourism-craze-increases-among-ahmedabad-tourists-heritage-and-festivals-become-the-most-important-choices

Cultural Tourism Craze Ahmedabad: અમદાવાદના પ્રવાસીઓમાં સંસ્કૃતિ-આધારિત પ્રવાસ કરવાની વધતી જતી પસંદગી સામે આવી છે.અડધા (50 ટકા) પ્રતિભાવદાતાએ અમદાવાદની સાંસ્કૃતિક ઓળખને તેની સમૃદ્ધ ઉત્સવ પરંપરા,તેની રસોઈ પરંપરા, આધ્યાત્મિક સ્થળો અને ગાંધીવાદી વારસા સાથે સૌથી વધુ નજીકથી જોડે છે,તેમ ટ્રાવેલ એપ સ્કાયસ્કેનરે આજે The India Culture Travel Index'ના જાહેર કરેલા તારણોમાં જણાવ્યું છે.

આ સાંસ્કૃતિક મૂલ્યો હવે લોકોના પ્રવાસના નિર્ણયોને પણ પ્રભાવિત કરી રહ્યા છે. સર્વે મુજબ વારસો અને ઐતિહાસિક સ્થળોની મુલાકાત (57%) સાંસ્કૃતિક પ્રવાસ માટેનું સૌથી મોટું પ્રેરણાસ્ત્રોત તરીકે ઉભરી આવ્યું છે. ત્યારબાદ તહેવારો અને ઉજવણીઓ (54%) તેમજ આધ્યાત્મિક યાત્રાઓ (54%) પણ પ્રવાસ માટેની મુખ્ય પ્રેરણા તરીકે ઉભરી આવી છે.

સ્કાયસ્કેનર ઇન્ડિયાના ટ્રાવેલ ટ્રેન્ડ્સ એન્ડ ડેસ્ટિનેશન્સ એક્સપર્ટ નીલ ઘોષના મતે અમદાવાદના પ્રવાસીઓ માટે હવે સંસ્કૃતિ માત્ર પ્રવાસ સ્થળનો એક ભાગ રહી નથી,પરંતુ તે પ્રવાસનું મુખ્ય કારણ બની રહી છે.અમદાવાદની સમૃદ્ધ ઉત્સવી પરંપરાઓ શહેરની સાંસ્કૃતિક ઓળખનું કેન્દ્રબિંદુ છે,જે દર્શાવે છે કે લોકો હવે કોઈ સ્થળના ઇતિહાસ,ઉજવણીઓ અને સ્થાનિક સમુદાયો સાથે જોડાયેલા અનુભવોને વધુ મહત્વ આપી રહ્યા છે.

અમદાવાદના પ્રવાસીઓમાં સાંસ્કૃતિક અનુભવોને કેન્દ્રમાં રાખીને પ્રવાસ કરવાની રુચિ સતત વધી રહી છે. સર્વે પ્રમાણે 88 ટકા પ્રવાસીઓએ જણાવ્યું કે છેલ્લા કેટલાક વર્ષોમાં આવી મુસાફરી પ્રત્યે તેમનો રસ વધ્યો છે. હવે 56 ટકા લોકો પોતાના વેકેશનનું આયોજન મુખ્યત્વે વારસો, તહેવારો, ભોજન અને પરંપરાઓ જેવા સાંસ્કૃતિક અનુભવોને ધ્યાનમાં રાખીને કરે છે, જ્યારે વધુ 30 ટકા લોકોનું કહેવું છે કે ભલે સંસ્કૃતિ તેમના પ્રવાસનું મુખ્ય કારણ ન હોય, છતાં તે તેમની મુસાફરીને વધુ સમૃદ્ધ અને યાદગાર બનાવે છે.


અમદાવાદના 94 ટકા પ્રવાસીઓ સાંસ્કૃતિક અનુભવો માટે ગુજરાતની બહાર પ્રવાસ કરે છે, જ્યારે લગભગ 10 માંથી 9 (88 ટકા) લોકોએ જણાવ્યું કે તેઓ પ્રામાણિક અને અનોખા સાંસ્કૃતિક અનુભવો મેળવવા માટે પોતાના રાજ્યની બહાર અથવા ઓછા જાણીતા પ્રવાસન સ્થળોની મુલાકાત લેવા તૈયાર છે. આ વલણને પ્રોત્સાહન આપતા મુખ્ય પરિબળોમાં સ્થાનિક ભોજન, હસ્તકળા અને હેરિટેજ ટ્રેલ્સની વધતી લોકપ્રિયતા (46%) તેમજ ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા પ્રત્યે વધતો ગર્વ (42%) મુખ્ય કારણો તરીકે સામે આવ્યા છે.જ્યારે પૂછવામાં આવ્યું કે ભારતના કયા રાજ્યો સૌથી સમૃદ્ધ સાંસ્કૃતિક અનુભવો પ્રદાન કરે છે, ત્યારે ગુજરાતના 26% પ્રવાસીઓએ પોતાના રાજ્યને પ્રથમ સ્થાન આપ્યું, ત્યારબાદ રાજસ્થાન (25%), ઉત્તર પ્રદેશ (12%) અને કેરળ (7%)નો ક્રમ રહ્યો.

સર્વે મુજબ અમદાવાદના લગભગ ચારમાંથી ત્રણ (74%) એ જણાવ્યું કે તેઓ કોઈ મોટા સાંસ્કૃતિક અથવા ધાર્મિક ઉત્સવમાં ભાગ લેવા માટે ખાસ પ્રવાસનું આયોજન કરવાનું વિચારશે. નવરાત્રી ગરબા (55%) સૌથી વધુ લોકપ્રિય તહેવાર પ્રવાસ છે, ત્યારબાદ દિવાળી ઉજવણી (50%), રણ ઉત્સવ (41%), દ્વારકામાં જન્માષ્ટમી ઉજવણી (37%), કુંભ મેળો (35%), દુર્ગા પૂજા (35%), રથયાત્રા (33%) અને આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ (28%)નો સમાવેશ થાય છે.

પ્રવાસીઓ મુખ્યત્વે વર્ષમાં એક વાર યોજાતા અધિકૃત સાંસ્કૃતિક ઉજવણી (34%) નો અનુભવ કરવાની તક દ્વારા પ્રેરિત થાય છે, ત્યારબાદ આધ્યાત્મિક અથવા ભાવનાત્મક જોડાણ (24%) આવે છે.