Gavar Nu Shaak: ગવારનું શાક તમામ લોકોથી સારું બનતું હોતું નથી. તેમા પાણીનો ભાગ વધી જાય તો તેનો ટેસ્ટ બદલી જતો હોય છે. આજે ગુવારનું શાક કેવી રીતે બનાવવું તેની રેસિપી ગુજરાતી જાગરણ તમને અહીં જણાવશે.
ગવારનું શાક બનાવવાની સામગ્રી
- ગવાર: 250 ગ્રામ (ટુકડાઓમાં કાપેલા)
- ટમાટર: 2 (બારીક કાપેલા)
- લસણ: 4-5 કળી (બારીક કાપેલું)
- હળદર: 1/2 ચમચી
- લાલ મરચું પાવડર: 1/2 ચમચી (સ્વાદ અનુસાર)
- ધાણાજીરું પાવડર: 1/2 ચમચી
- મીઠું: સ્વાદ અનુસાર
- તેલ: 2 ચમચી
- કોથમીર: બારીક કાપેલી (ગાર્નિશ માટે)
બનાવવાની રીત:
- કઢાઈમાં તેલ ગરમ કરો. તેમાં કાપેલું લસણ ઉમેરો અને તેને સુગંધ આવે ત્યાં સુધી ફ્રાય કરો.
- કાપેલા ટમાટર ઉમેરો અને તેને નરમ થાય ત્યાં સુધી રાંધો.
- હળદર, લાલ મરચું પાવડર, ધાણાજીરું પાવડર અને મીઠું ઉમેરીને સારી રીતે મિક્સ કરો.
- કાપેલા ગવાર ઉમેરો, જરૂર મુજબ પાણી ઉમેરો અને તેને સારી રીતે રાંધો. આ શાક તમે કૂકરમાં પણ બનાવી શકો છો. અહીં જો તેલનું પ્રમાણ વધારે હોય તો તમે પાણી ન ઉમેરો તો પણ શાક સરસ બને છે.
- ગરમા ગરમ ગવારનું શાકને કોથમીરથી ગાર્નિશ કરો. આ શાકને રોટલી, નાન અથવા પરાઠા સાથે સર્વ કરો.
