UpdatedIST

Samosa Chaat Recipe: ટેસ્ટી રગડા સાથે પરફેક્ટ સમોસા ચાટ બનાવવાની રીત

ઘરે બનાવો બજાર જેવી ચટાકેદાર સમોસા ચાટ! જાણો સ્ટેપ-બાય-સ્ટેપ રેસીપી, મસાલેદાર છોલે અને ખાટી-મીઠી ચટણી સાથે બનાવવાની સરળ રીત અને ખાસ ટિપ્સ.

By: Dimpal GhoyalEdited By: Dimpal Ghoyal Publish Date: Tue 17 Feb 2026 04:37 PM (IST)Updated: Tue 17 Feb 2026 04:37 PM (IST)
samosa-chaat-at-home-complete-recipe-with-ingredients-tips-693752

Samosa Chaat Recipe: સમોસા તો આપણે સૌ ચા સાથે ખાતા જ હોઈએ છીએ, પણ જ્યારે આ જ ક્રિસ્પી સમોસા પર મસાલેદાર છોલે, ઠંડુ દહીં અને ખાટી-મીઠી ચટણીઓનો તડકો લાગે છે, ત્યારે બને છે સમોસા ચાટ! જો તમે પણ સ્ટ્રીટ ફૂડના શોખીન હોવ, તો હવે બહાર જવાને બદલે ઘરે જ શુદ્ધ અને ટેસ્ટી ચાટ બનાવો.

જરૂરી સામગ્રી

બનાવવાની રીત (Step-by-Step Recipe)

સમોસા અને છોલે તૈયાર કરો

સૌ પ્રથમ સમોસાને ઓવન અથવા પેનમાં ગરમ કરી લો જેથી તે એકદમ ક્રિસ્પી થઈ જાય. તમારી પાસે રહેલી ચણા કે વટાણાની કઢી ગરમ હોવી જોઈએ અને તેમાં થોડી ગ્રેવી રાખવી જેથી ચાટ લચપચી બને.

પ્લેટિંગની શરૂઆત

એક ઊંડી પ્લેટ કે બાઉલ લો. તેમાં એક કે બે સમોસાને હાથેથી સહેજ તોડીને મૂકો. તેની ઉપર ગરમાગરમ છોલે રેડો જેથી સમોસા તેનો રસ શોષી લે.

દહીં અને ચટણીનો તડકો

હવે ઉપરથી ફેંટેલું ઠંડુ દહીં ઉમેરો. ત્યારબાદ સ્વાદ મુજબ તીખી લીલી ચટણી અને ખાટી-મીઠી આમલીની ચટણી રેડો.

મસાલાનું મિશ્રણ

સ્વાદ વધારવા માટે ઉપરથી સંચળ, શેકેલું જીરું પાવડર અને ચાટ મસાલો છાંટો. જો તીખું વધુ પસંદ હોય તો લાલ મરચું પણ ઉમેરી શકાય.

ફાઇનલ ટચ

છેલ્લે ઉપર ઝીણી સમારેલી ડુંગળી, ટામેટાં અને પુષ્કળ લીલી કોથમીર ભભરાવો. ઉપરથી ઝીણી સેવ અથવા પાપડી નાખો. જો ઘરે દાડમ હોય તો તેના દાણા ઉમેરવાથી ચાટ એકદમ 'રોયલ' લાગશે!

ખાસ ટિપ્સ

તાજી ચટણી: ચાટનો અસલી સ્વાદ ચટણીમાં જ હોય છે, તેથી ઘરે બનાવેલી તાજી ચટણીનો જ આગ્રહ રાખવો.

તાપમાન: હંમેશા ગરમાગરમ સમોસા-છોલે અને તેની ઉપર એકદમ ઠંડુ દહીં પીરસવું, આ કોમ્બિનેશન લાજવાબ લાગે છે.

ક્રિસ્પી ટેક્સચર: પીરસતા પહેલા જ સેવ કે પાપડી ઉમેરવી, જેથી તે નરમ ન પડી જાય.

સામગ્રીવિગત
સમોસા2 થી 4 નંગ (તાજા અથવા ગરમ કરેલા)
છોલે/વટાણાબાફેલા ચણા અથવા વટાણાની ગ્રેવીવાળી સબ્જી
દહીંસારી રીતે ફેંટેલું અને થોડું ગળ્યું
ચટણીગળી આમલીની ચટણી અને તીખી ફુદીનાની ચટણી
મસાલાસંચળ (કાળું મીઠું), શેકેલું જીરું, લાલ મરચું અને ચાટ મસાલો
ગાર્નિશિંગઝીણી સમારેલી ડુંગળી, ટામેટા, કોથમીર, સેવ અને દાડમના દાણા