Gujarati Sukhdi Recipe: ગરમા ગરમ સુખડી તો બધા લોકોને ભાવતી હોય છે. આજે સુખડી કેવી રીતે બનાવવી તેની રેસિપી ગુજરાતી જાગરણ તમને અહીં જણાવશે.
સુખડી બનાવવાની સામગ્રી
- ઘઉંનો લોટ – 1 કપ (લગભગ 150 ગ્રામ)
- ગોળ – 3/4 કપ ખમણેલો (લગભગ 150 ગ્રામ)
- ઘી – 1/2 કપ + થોડું વધારાનું (લગભગ 120 ગ્રામ)
- સુકું મેવો (બદામ, પિસ્તા, ચારોળી) – 2-3 ચમચી બારીક સમારેલો (વૈકલ્પિક)
- એલચી પાવડર – 1/4 ચમચી
- સુંઠ પાવડર– 1/4 ચમચી (વૈકલ્પિક પણ ખૂબ સરસ લાગે)
સુખડી બનાવવાની રીત:
1). એક જાડા તળિયાની કડાઈ કે નૉન-સ્ટિક પેનમાં ઘી ગરમ કરો.
2). ઘી પૂરેપૂરું ઓગળી જાય પછી ઘઉંનો લોટ નાખી ધીમી આંચે સતત હલાવતા રહીને શેકો.
3). 8-10 મિનિટ સતત હલાવો. લોટનો રંગ હળવો ગોલ્ડન બ્રાઉન થાય અને સરસ ખમણેલી સુગંધ આવે ત્યાં સુધી શેકવાનો.
4). ગેસ બંધ કરી લોટને 1-2 મિનિટ ઠરવા દો (બહુ ગરમ રહે તો ગોળ ઓગળીને પાતળો થઈ જશે).
5). હવે તેમાં ખમણેલો ગોળ નાખી ઝડપથી બરાબર મિક્સ કરો. ગોળ ઝડપથી ઓગળવા લાગશે અને આખું મિશ્રણ ચમકદાર થઈ જશે.
6). તરત જ એલચી પાવડર, સુંઠ પાવડર અને સમારેલો મેવો નાખી એકદમ સરખું મિક્સ કરો.
7). ઘીથી ચીટકાવેલી થાળીમાં આ મિશ્રણ એકસરખું પાથરી દો.
8). છરીથી તરત જ ચોરસ કે હીરાના ટુકા કાપી નાખો (ઠરે પછી કપાતા નથી).
9). પૂરેપૂરું ઠરે પછી ટુકડા અલગ કરી એરટાઈટ ડબ્બામાં ભરી રાખો.
