Palak Bhajiya Recipe: બજારમાં પુષ્કળ પ્રમાણમાં પાલક આવવા લાગ્યું છે. તમે પાલકની ભાજી, પાલક પનીર ખાધું હશે. આજે પાલકના ભજીયા કેવી રીતે બનાવવા તેની રેસિપી ગુજરાતી જાગરણ તમને અહીં જણાવશે.
પાલકના ભજીયાની સામગ્રી:
- તાજા પાલકના પાન – 300 ગ્રામ
- ચણાનો લોટ (બેસન) – 1.5 કપ (150 ગ્રામ)
- આદુ-લસણ-મરચાની પેસ્ટ – 1 ટેબલસ્પૂન
- હિંગ – એક ચપટી
- મીઠું – સ્વાદ પ્રમાણે
- સોડા (ખાવાનો સોડા/બેકિંગ સોડા)
- લીંબુનો રસ
- 2 લીલા મરચા સમારેલા
- થોડી કોથમીર
- તેલ – તળવા માટે
પાલકના ભજીયા બનાવવાની રીત (સ્ટેપ બાય સ્ટેપ):
1). પાલકના પાન સારી રીતે ધોઈ, પાણી કાઢીને બારિક સમારીલો.
2). એક મોટા બાઉલમાં ચણાનો લોટ, તેમા સમારેલું પાલક, કોથમરી, મરચા, હીંગ, આદુ-લસણની પેસ્ટ ઉમેરો.
3). ધીમે-ધીમે થોડું-થોડું પાણી ઉમેરતા જાઓ અને ઘાટું બેટર તૈયાર કરો.
4). હવે તેમા ખાવાનો સોડા અને લીંબુ ઉમેરો.
5). કઢાઈમાં તેલ મધ્યમ તાપે ગરમ કરો. હાથથી અથવા ચમચીથી ખીરું લગાવેલા ભજીયા ધીમે-ધીમે તેલમાં મૂકો.
6). મધ્યમ આંચે બંને બાજુ ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળો.
7). ગરમા ગરમ પાલકના ભજીયા તૈયાર છે. ચટણી અને ચા સાથે સર્વ કરો.
