Cold Coco Recipe: ઘરે બનાવો સુરતનો પ્રખ્યાત ક્રીમી અને ટેસ્ટી કોલ્ડ કોકો: દૂધ, કોકો પાવડર અને કસ્ટર્ડ પાવડરના પરફેક્ટ માપ સાથેની આસાન ગુજરાતી રેસીપી.
સામગ્રી
- દૂધ:1 લિટર (ફુલ ક્રીમ હોય તો વધુ સારું)
- ખાંડ:1/2 કપ
- કોકો પાવડર:4 મોટી ચમચી
- કસ્ટર્ડ પાવડર (વેનીલા ફ્લેવર):3 મોટી ચમચી
- ડ્રાય ફ્રૂટ્સ: બદામ અને કાજુ
- બરફ
બનાવવાની રીત
- સૌ પ્રથમ 1 લિટર દૂધને એક મોટા વાસણમાં ગરમ કરવા મૂકો. તેમાંથી અડધો કપ જેટલું ઠંડું દૂધ અલગ કાઢી લો.
- હવે અલગ કાઢેલા ઠંડા દૂધમાં કોકો પાવડર અને કસ્ટર્ડ પાવડર ઉમેરીને બરાબર મિક્સ કરો જેથી તેમાં કોઈ ગાંઠો ન રહે.
- ગરમ થતા દૂધમાં ખાંડ ઉમેરો અને તેને ઓગળવા દો.
- પછી ખાંડ ઓગળી જાય એટલે તૈયાર કરેલું કોકો અને કસ્ટર્ડનું મિશ્રણ ધીમે-ધીમે ગરમ દૂધમાં ઉમેરતા જાવ અને સતત હલાવતા રહો.
- દૂધ થોડું ઘટ્ટ થાય અને તેમાં એકાદ-બે ઉભરા આવે ત્યાં સુધી 5-7 મિનિટ ધીમા તાપે પકવો.
- પાકીને મિશ્રણ તૈયાર થઈ જાય એટલે ગેસ બંધ કરી દો. તેને પહેલા રૂમ ટેમ્પરેચર પર ઠંડું થવા દો અને પછી 2-3 કલાક ફ્રીઝમાં મૂકો.
- હવે ગ્લાસમાં બરફના નાના ટુકડા નાખો, તેના પર તૈયાર કોકો રેડો અને ઉપરથી કાજુ-બદામના ટુકડાથી ગાર્નિશ કરીને ઠંડો-ઠંડો સર્વ કરો.
