UpdatedIST

Happy Dhuleti Quotes in Gujarati 2026: ધૂળેટીની શુભકામનાઓ, શુભેચ્છાઓ સંદેશ અને સુવિચાર

Happy Dhuleti Quotes in Gujarati 2026: આ અવસરે, અમે ખાસ પસંદ કરેલા કેટલાક પ્રભાવશાળી શુભેચ્છા સંદેશા લાવ્યા છીએ, જે તમે સોશિયલ મીડિયા અથવા મેસેજ દ્વારા મોકલી શકો છો.

By: Dharmendra ThakurEdited By: Dharmendra Thakur Publish Date: Tue 17 Feb 2026 01:57 PM (IST)Updated: Tue 17 Feb 2026 01:57 PM (IST)
happy-dhuleti-quotes-messages-images-status-in-gujarati-693613

Happy Dhuleti Quotes in Gujarati 2026: ભારતીય સંસ્કૃતિમાં રંગો અને ઉલ્લાસના પ્રતીક સમાન ધૂળેટીના પર્વની તૈયારીઓ પૂરજોશમાં શરૂ થઈ ગઈ છે. વર્ષ 2026 માં, ધૂળેટીની ઉજવણી 04 માર્ચના રોજ કરવામાં આવશે. હિન્દુ પંચાંગ અનુસાર, ફાગણ સુદ પૂનમના દિવસે હોલિકા દહન કર્યા બાદ, તેના બીજા દિવસે પરંપરાગત રીતે રંગોની ધૂળેટી રમાય છે. આ દિવસે લોકો પરસ્પર વેરઝેર ભૂલીને એકબીજાને ગુલાલથી રંગે છે અને મીઠાઈઓ ખવડાવી મોઢું મીઠું કરાવે છે.

આ પવિત્ર અને આનંદમય તહેવારના અવસરે, તમારા મિત્રો, સ્નેહીજનો અને પરિવારના સભ્યો પ્રત્યે પ્રેમ વ્યક્ત કરવા માટે શુભેચ્છા સંદેશાઓ એક ઉત્તમ માધ્યમ છે. આ અવસરે, અમે ખાસ પસંદ કરેલા કેટલાક પ્રભાવશાળી શુભેચ્છા સંદેશા લાવ્યા છીએ, જે તમે સોશિયલ મીડિયા અથવા મેસેજ દ્વારા મોકલી શકો છો.

ધૂળેટીની શુભકામનાઓ, શુભેચ્છાઓ સંદેશ અને સુવિચાર | Happy Dhuleti Quotes, Messages, Images, Status in Gujarati

તમારા ગુલાબી ગાલ માટે ગુલાબી રંગ
તમારા લાલ હોઠ માટે લાલ રંગ
અને તમારા સુંદર ચહેરા પર બધા રંગો!
આપ સૌને ધુળેટીની શુભકામનાઓ!

સપનાની દુનિયા અને પ્રિયજનોનો પ્રેમ
ગાલ પર ગુલાલ અને પાણીના છાંટા
સુખ, સમૃદ્ધિ અને સફળતાનો હાર
તમને રંગોના તહેવારની શુભકામનાઓ!
Happy Dhuleti

રંગોનો વરસાદ, ગુલાલના છાંટા
સૂર્યની કિરણો, સુખની વર્ષા
ચંદનની સુવાસ, પ્રિયજનોનો પ્રેમ
તમને ધુળેટીના તહેવારની શુભેચ્છાઓ!

સપનાની દુનિયા અને પ્રિયજનોનો પ્રેમ
ગાલ પર ગુલાલ અને પાણીના છાંટા
સુખ, સમૃદ્ધિ અને સફળતાનો હાર
તમને રંગોના તહેવારની શુભકામનાઓ!

રંગોનો તહેવાર છે હોળી-ધૂળેટી,
રાજી રાજી થઈ ઉજવી લેજો,
અમે થોડા દૂર છીએ તમારાથી,
થોડો ગુલાલ અમારા તરફથી પણ લગાવી લેજો.
Happy Dhuleti 2026

ધુળેટીના સુંદર રંગોની જેમ,
તમને અને તમારા સમગ્ર પરિવારને,
અમારી તરફથી ઘણી રંગીન અને ઉત્સાહપૂર્ણ શુભેચ્છાઓ.
બધાને ધુળેટીની શુભેચ્છાઓ!

તહેવાર છે આ ખુશીઓનો
જ્યારે બધા રંગો ખીલે છે,
આનંદ અને ઉત્સાહ સાથે બધા સાથે મળે છે,
ધુળેટીના પાવન અવસર પર આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન.
Happy Dhuleti 2026

લાલ હોય કે પીળો
લીલો હોય કે વાદળી
શુષ્ક હોય કે ભીનું
એક વખત રંગ લાગી જાય તો થઈ જાય કલરફુલ
Happy Dhuleti

એવી રીતે ઉજવજો ધુળેટીનો તહેવાર,
પિચકારીમાંથી વરસે માત્ર પ્રેમ,
આ તક છે પ્રિયજનોને ગળે લગાવવાની,
તો ગુલાલ અને રંગો સાથે થઈ જાઓ તૈયાર.
ધુળેટીના તહેવારની શુભકામનાઓ!

ચાલી પિચકારી ઉડ્યો ગુલાલ
રંગો વરસે વાદળી, લીલો, લાલ
તમને ધુળેટીના તહેવારની શુભકામનાઓ!