UpdatedIST

Happy Holi Quotes in Gujarati 2026: હોળીની હાર્દિક શુભકામનાઓ, શુભેચ્છાઓ સંદેશ અને સુવિચાર

કોઈપણ તહેવારની મજા શુભેચ્છાઓ વિના અધૂરી ગણાય છે. આજના ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયાના માધ્યમથી મિત્રો અને પ્રિયજનોને હૃદયસ્પર્શી સંદેશા મોકલીને આ દિવસને વધુ ખાસ બનાવી શકાય છે.

By: Dharmendra ThakurEdited By: Dharmendra Thakur Publish Date: Tue 17 Feb 2026 02:50 PM (IST)Updated: Tue 17 Feb 2026 02:50 PM (IST)
happy-holi-quotes-messages-images-status-in-gujarati-693638

Happy Holi Quotes in Gujarati 2026: ભારતીય સંસ્કૃતિમાં રંગોનું વિશેષ મહત્વ ધરાવતો પર્વ એટલે હોળી. વર્ષ 2026 માં આગામી 03 માર્ચના રોજ સમગ્ર દેશમાં હોળીનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવશે. હોળી એ માત્ર પરંપરાગત ઉત્સવ નથી, પરંતુ તે પરસ્પર મનદુઃખ અને જૂના ગિલાશિકવા ભૂલાવીને સંબંધોમાં નવી મીઠાસ ભરવાનો એક અમૂલ્ય અવસર છે.

આ પવિત્ર પર્વ નિમિત્તે લોકો એકબીજાને ગુલાલ લગાવીને પ્રેમ અને સદભાવનાનો સંદેશ ફેલાવે છે. જોકે, કોઈપણ તહેવારની મજા શુભેચ્છાઓ વિના અધૂરી ગણાય છે. આજના ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયાના માધ્યમથી મિત્રો, સંબંધીઓ અને પ્રિયજનોને હૃદયસ્પર્શી સંદેશા મોકલીને આ દિવસને વધુ ખાસ બનાવી શકાય છે.

જો તમે આ વર્ષે તમારા પ્રિયજનોને કંઈક અલગ અને અનોખી રીતે અભિનંદન આપવા માંગતા હોવ, તો ખાસ તૈયાર કરેલા Happy Holi 2026 મેસેજ શ્રેષ્ઠ વિકલ્પ બની શકે છે.

હોળીની હાર્દિક શુભકામનાઓ, શુભેચ્છાઓ સંદેશ અને સુવિચાર | Happy Holi Quotes, Messages, Images, Status in Gujarati

હોળીના પર્વે તારા ઘેર ખુશીઓનો મેળો જામશે,
દરેક મુશ્કેલીઓ આજે ચપટીમાં ઉકેલાઈ જશે.
તારો દિવસ મંગલમય અને આનંદદાયક રહે,
શુભ હોળી!

હોળીના તાપે બળી જાય તમારા અહંકાર,
જીવનમાં વધે હંમેશા પ્રેમ અને સત્કાર.
Happy Holi 2026!

દોસ્ત, તારા વગર હોળીની મજા સાવ ફીકી છે,
તારી મસ્તી અને ધમાલ વગર જિંદગી ટીકી છે.
ચાલ આજે સાથે મળીને હોળીનો આનંદ માણીએ,
શુભ હોળી, મારા દોસ્ત!

મિઠાઈની મજા અને હોળીનો આ ઉજાસ,
તમારા જીવનમાં લાવે હંમેશા નવો વિશ્વાસ.
શુભ હોળી!

ઠંડા-ઠંડા પાણીની લહેર અને મિત્રોનો સંગાથ,
હોળીના પર્વે આજે મળી ગયો છે મસ્ત સાથ.
ખૂબ જ ધમાલ કરો અને હોળીનો ઉત્સવ ઉજવો,
Happy Holi 2026!

હસતા રહો, હસાવતા રહો અને હોળી મનાવતા રહો,
તમારા મનના વેરઝેર આજે હોળીમાં બાળતા રહો.
શુભ હોળી!

આપણી દોસ્તીના રંગો ક્યારેય ઝાંખા ના પડે,
જીવનના રસ્તે આપણો સાથ ક્યારેય ના છૂટે.
તને અને તારા પરિવારને હોળીની ખૂબ શુભેચ્છાઓ,
શુભ હોળી!

હોળી આવી હોળી આવી, ખુશીઓની છોળ લાવી,
દરેક હૈયે પ્રેમની નવી એક ઉમંગ લાવી.
શુભ હોળી!

ભલે આપણે દૂર હોઈએ પણ યાદ તો કરીએ છીએ,
તારા જેવા મિત્રના પ્રેમમાં જ અમે તો જીવીએ છીએ.
આ લે, મારી તરફથી હોળીની મીઠી યાદો,
Happy Holi!

વર્ષો બદલાય પણ હોળીની પરંપરા ના બદલાય,
તમારા માટેનો મારો પ્રેમ કદી ના ઓછો થાય.
Happy Holi!