Mahavir Jayanti Quotes in Gujarati 2026: મહાવીર જયંતિની શુભેચ્છાઓ, શુભકામનાઓ, સુવિચાર, શાયરી અને સ્ટેટસ

આ દિવસે લોકો પોતાના સ્નેહીજનો અને મિત્રોને ભગવાન મહાવીરના જીવન અને સંદેશાઓ સાથે જોડાયેલી શુભેચ્છાઓ પાઠવીને પર્વની ઉજવણી કરે છે. તમે પણ અહીં આપેલા શુભેચ્છા સંદેશાઓ શેર કરી શકો છો.

By: Dharmendra ThakurEdited By: Dharmendra Thakur Publish Date: Sun 29 Mar 2026 11:46 AM (IST)Updated: Sun 29 Mar 2026 11:46 AM (IST)
happy-mahavir-jayanti-quotes-messages-images-status-in-gujarati-717574

Mahavir Jayanti Quotes in Gujarati 2026: જૈન ધર્મના 24મા તીર્થંકર ભગવાન મહાવીર સ્વામીનો જન્મોત્સવ 'મહાવીર જયંતિ' 30 માર્ચ, 2026 ના રોજ શ્રદ્ધાપૂર્વક ઉજવવામાં આવશે. જૈન સમુદાય માટે આ વર્ષનો સૌથી મોટો અને પવિત્ર ઉત્સવ છે, જે સત્ય, અહિંસા અને ત્યાગના મૂલ્યોને વિશ્વભરમાં પ્રસરાવે છે.

ભગવાન મહાવીરનો જન્મ ઈ.સ. પૂર્વે 599 માં થયો હતો. રાજસી સુખ-સાહ્યબી વચ્ચે ઉછરેલા વર્ધમાન (ભગવાન મહાવીર) એ માત્ર 30 વર્ષની વયે તમામ સાંસારિક સુખો અને સંપત્તિનો ત્યાગ કરી દીધો હતો. સત્યની શોધમાં નીકળેલા મહાવીર સ્વામીએ કઠોર તપસ્યા દ્વારા આધ્યાત્મિક સિદ્ધિ મેળવી હતી. સતત 30 વર્ષ સુધી લોકકલ્યાણ માટે ઉપદેશ આપ્યા બાદ, તેમણે 6ઠ્ઠી સદી ઈ.સ. પૂર્વેમાં 'મોક્ષ' પ્રાપ્ત કર્યો હતો.

મહાવીર જયંતિના આ પવિત્ર અવસરે જૈન દેરાસરોમાં વિશેષ પૂજા-અર્ચના, રથયાત્રા અને ધાર્મિક પ્રવચનોનું આયોજન કરવામાં આવે છે. આ દિવસે લોકો પોતાના સ્નેહીજનો અને મિત્રોને ભગવાન મહાવીરના જીવન અને સંદેશાઓ સાથે જોડાયેલી શુભેચ્છાઓ પાઠવીને પર્વની ઉજવણી કરે છે. તમે પણ અહીં આપેલા શુભેચ્છા સંદેશાઓ તમારા પ્રિયજનો અને મિત્રો સાથે શેર કરી શકો છો.

મહાવીર જયંતિની શુભેચ્છાઓ । Mahavir Jayanti Quotes in Gujarati 2026

'અહિંસા પરમો ધર્મ' નો સંદેશ આપનાર,
ભગવાન મહાવીરના જન્મ કલ્યાણક નિમિત્તે
આપ સૌને હાર્દિક શુભેચ્છાઓ.
જય જિનેન્દ્ર!

મન, વચન અને કર્મથી કોઈને દુઃખ ન આપવું એ જ સાચી ભક્તિ છે. મહાવીર જયંતીની શુભેચ્છાઓ!

ભગવાન મહાવીર તમારા જીવનમાં
સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવે,
અને હંમેશા સાચો માર્ગ બતાવે તેવી પ્રાર્થના.
મહાવીર જયંતીની શુભકામના!

ભગવાન મહાવીરના આશીર્વાદથી તમારું ઘર ખુશીઓથી ભરાઈ જાય. હેપ્પી મહાવીર જયંતી!

ત્યાગ, તપ અને સંયમના પ્રતીક એવા
તીર્થંકર ભગવાન મહાવીર સ્વામીના
ચરણોમાં વંદન. મહાવીર જયંતીની શુભેચ્છાઓ!

પ્રભુ મહાવીરના જન્મોત્સવે દુનિયામાં શાંતિ સ્થપાય અને સૌમાં ભાઈચારો વધે. જય જિનેન્દ્ર!

ત્રિશલા નંદન મહાવીર સ્વામીના
આશીર્વાદ તમારા પરિવાર પર સદા રહે,
અને મનમાં મૈત્રી ભાવ જાગે. જય જિનેન્દ્ર!

તમારી અંદરના વિકારોને જીતવા એ જ સાચી વીરતા છે. મહાવીર જન્મોત્સવની શુભકામના!

જેમણે જગતને જ્ઞાનનો પ્રકાશ આપ્યો,
જેમણે અહિંસાનો સાચો અર્થ સમજાવ્યો,
તેવા મહાવીર પ્રભુને કોટી કોટી વંદન.

સત્ય અને અહિંસાના પથ પર ચાલીને આપણે જીવનને સાર્થક કરીએ. પ્રભુના ચરણોમાં શત શત વંદન.