Cancer And Robotic Treatment:કેન્સર જીવલેણ નહીં;રોબોટિક સારવારથી સચોટ ઓપરેશન અને ઝડપી રિકવરી,આ ટેકનોલોજીના ફાયદા જાણો

Cancer And Robotic Treatment:વિશ્વમાં કેન્સરની બીમારીનો જે પ્રકારે વ્યાપ વધી રહ્યો છે તેને ધ્યાનમાં રાખીને સતત બદલાઈ રહેલી ટેકનોલોજી અને ઈનોવેશનની સ્થિતિમાં સારવારની રીત પણ બદલાઈ રહી છે. કેન્સર જેવી ગંભીર બીમારીની સારવાર માટે હવે ધીમે ધીમે રોબોટિક સર્જરીનો વ્યાપ વધી રહ્યો છે અને તે માનવજાત માટે નવી આશાનું કિરણ પણ બની રહ્યું છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Wed, 01 Jul 2026 08:49 PM (IST)Updated: Wed, 01 Jul 2026 08:49 PM (IST)
cancer-is-not-fatal-robotic-treatment-ensures-accurate-surgery-and-quick-recovery-know-the-benefits-of-this-technology

Cancer And Robotic Treatment:વિશ્વમાં કેન્સરની બીમારીનો જે પ્રકારે વ્યાપ વધી રહ્યો છે તેને ધ્યાનમાં રાખીને સતત બદલાઈ રહેલી ટેકનોલોજી અને ઈનોવેશનની સ્થિતિમાં સારવારની રીત પણ બદલાઈ રહી છે. કેન્સર જેવી ગંભીર બીમારીની સારવાર માટે હવે ધીમે ધીમે રોબોટિક સર્જરીનો વ્યાપ વધી રહ્યો છે અને તે માનવજાત માટે નવી આશાનું કિરણ પણ બની રહ્યું છે.

આ પ્રકારની સર્જરીને લીધે ચોક્સાઈનું પ્રમાણે ખૂબ જ સચોટ રહે છે અને ઓપરેશનમાં પણ ધારી સફળતા મળે છે. એટલે કે ભૂલનું પ્રમાણ લગભગ નહીંવત રહે છે. દર્દી માટે સૌથી મહત્વની વાત એ છે કે તેને લીધે પીડાદાયક સ્થિતિમાંથી દર્દીને મુક્તિ મળે છે તથા તેના શરીરમાંથી રક્તસ્ત્રાવ તથા ઈન્ફેક્શન જેવી બાબત ખૂબ જ ઓછું રહે છે. ઓપરેશન અને તબીબી પ્રક્રિયાબાદ દર્દીનો હોસ્પિટલમાં રહેવાનો સમય ખૂબ ઘટી જાય છે અને જલ્દીથી સાજા થઈને સામાન્ય જીવનની દિશામાં ઝડપભેર આગળ વધી શકાય છે.

બીજા શબ્દોમાં કહીએ તો કેન્સર જેવી બીમારી હવે જીવલેણ રહી નથી અને તેની પાછળનું મુખ્ય કારણ નવી ટેકનોલોજી અને રોબોટિક સારવાર છે.

કેન્સરની સરાવર વધારે સુરક્ષિત, અસરકારક તથા વધારે આરામદાયક બની ગઈ છે.સ્ટર્લિંગ હોસ્પિટલના સીનિયર ઓન્કો સર્જન ડો.નીતિન સિંઘલના મતે વર્તમાન સમયમાં સારવારની સુવિધા આધુનિક બનવા સાથે સાથે આર્થિક રીતે ખર્ચમાં નોંધપાત્ર પ્રમાણમાં ઘટાડો થયો છે. ટૂંકમાં જટિલતા સાથે સાથે આર્થિક રીતે પણ તે વધારે કાર્યક્ષમ રીતે સુધારો થયો છે. તેને લીધે લાંબા ગાળામાં દર્દીઓ પર બોજ ઘટી રહ્યો છે.

કેન્સરની સારવારમાં રોબોટિક સર્જરીની ચોક્સાઈ અંગે એ વાત પરથી અંદાજ લગાવી શકાય છે કે તેમના દ્વારા જે 120 જેટલી રોબોટિક સર્જરી કરવામાં આવી છે તેની સફળતાનો દર 99 ટકા છે. આર્થિક બાબતમાં પણ તે આશરે રૂપિયા 50 હજારથી એક લાખ જેટલો થાય છે.