Clove Side Effects: સદીઓથી લવિંગનો ઉપયોગ ખોરાકનો સ્વાદ વધારવા માટે કરવામાં આવતો રહ્યો છે. જેનાથી રસોઈ સુગંધીદાર થવાની સાથે તેનો ટેસ્ટ પણ ડબલ થઈ જાય છે. આટલું જ નહીં, લવિંગમાં વિટામિન C, K, E, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને મેંગેનીઝ જેવા પોષક તત્વો મળી આવે છે. આ ઉપરાંત તેમાં એન્ટી ઑક્સિડેન્ટ અને એન્ટી ફંગલ ગુણ મળી આવે છે. જેના કારણે તેનું સેવન કરવું સ્વાસ્થ્ય માટે ફાયદેમંદ માનવામાં આવે છે.
લવિંગ ખાવાથી દાંતનો દુખાવામાં રાહત મળવા સાથે જ મોંઢામાંથી દુર્ગંધ પણ દૂર થાય છે. આ સિવાય લવિંગ પાચન ક્રિયાને પણ સુધારે છે. આ માટે દરરોજના એક-બે લવિંગ ખાવા પુરતા છે, પરંતુ જ્યારે વધારે પડતું સેવન કરવામાં આવે, તો તેનાથી તમને અનેક પ્રકારના નુકસાન ભોગવવાનો વારો પણ આવી શકે છે. તો ચાલો આજના લેખમાં સેન્ટ્રલ ગવર્મેન્ટ હોસ્પિટલ ESIC હૉસ્પિટલના ડાયટિશિયન રિતુ પુરી પાસેથી જાણીએ, લવિંગ કોના માટે નુક્સાન કારક છે.
લવિંગનું સેવન કરવું આમ તો પાચન તંત્ર માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. જે અપચા અને ગેસ વગેરેને દૂર કરવામાં મદદરૂપ છે, પરંતુ જો તેનું વધુ પડતું સેવન કરવામાં આવે, તો તે ગેસ્ટ્રોઈન્ટેસ્ટાઈનલ સમસ્યાનું કારણ બની જાય છે. જેનાથી તમને પેટમાં સમસ્યા, અપચો, ડાયેરિયા, હાર્ટ બર્ન અને પેટમાં બળતરાની સમસ્યા થઈ શકે છે.
જે લોકોને બ્લડ ક્લોટિંગની સમસ્યા હોય, તેમના માટે લવિંગનું સેવન સારું માનવામાં આવે છે. હકીકતમાં લવિંગ એક નેચરલ બ્લડ થીનર તરીકે કામ કરે છે, પરંતુ જો તમે વધુ પ્રમાણમાં તેનું સેવન કરો તો તેનાથી તમને સમસ્યા થઈ શકે છે. ઈજા થવા પર તમારું લોહી જલ્દી બંધ નહી થાય. આટલું જ નહીં, જ્યારે પણ લોહી વધારે પડતું પાતળું થઈ જાય, તો તેનાથી તમને અન્ય અનેક ઈન્ટરનલ પ્રોબ્લેમ પણ થઈ શકે છે.
જો તમારી બોડી સેન્સેટિવ હોય અથવા તમને અલર્જીક રિએક્શનની સમસ્યા રહેતી હોય, તો તેવા લોકોએ લવિંગનું સેવન કરવાનું ટાળવું જોઈએ. તમારે લિમિટમાં જ લવિંગ લેવા જોઈએ, કારણ કે લવિંગમાં કેટલાક એવા કમ્પાઉન્ડ મળી આવે છે, જેના કારણે એલર્જિંક રિએક્શનનો સામનો કરવો પડી શકે છે. જેનાથી કેટલાક લોકોને સ્કિન રેશેજ અથવા ચળ ઉપડવાની ફરિયાદ થઈ શકે છે.
જો તમને કોઈ લીવર અથવા કિડનીની સમસ્યા હોય, તો તેવા લોકોએ પણ લવિગનું સેવન વધારે પ્રમાણમાં ના કરવું જોઈએ. લવિંગનું સેવન વધારે પ્રમાણમાં કરવાથી તમારા લીવર પર ટૉક્સિક્ટ ઈફેક્ટ થઈ શકે છે. જેનાથી પાછળથી તમને સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.
લવિંગનું વધુ પડતું સેવન કેટલીક દવાઓ સાથે રિએક્શન પણ કરી શકે છે. જો તમે એન્ટી ડાયાબિટિક કે લોહી પાતળું થવાની દવા ગળતા હોવ, તો તમારે લવિંગનું સેવન કરતા પહેતા તબીબની સલાહ લેવી જ જોઈએ. લવિંગ તમારી દવાની અસરને ઓછી કરી શકે છે. જેનાથી તમને બીજી કોઈ સમસ્યા થઈ શકે છે.
