Kidney Failure Signs: કિડની આપણા શરીરનું મહત્ત્વનું અંગ છે, જે લોહી સાફ કરી શરીરમાંથી કચરો બહાર કાઢે છે. જ્યારે કિડની વ્યવસ્થિત કામ કરવાનું બંધ કરે તો તેની અસર શરીર પર જોવા મળે છે અને સૌથી પહેલા ચહેરા પર નજર આવે છે. જો તમે સમય રહેતા ચહેરા પર આવનાર આ ફેરફારને ઓળખી લેશો તો સારવાર જલ્દી શરૂ થઈ શકે છે.
આંખો નીચે કાળા કુંડાળા: કિડનીના રોગમાં ઊંઘની ગુણવત્તા ઘટી જાય છે. જેના પરિણામે શરીર સતત થાકેલું લાગે છે. જેની સીધી અસર આંખો નીચે કાળા કુંડાળાના સ્વરૂપમાં જોવા મળે છે.
ચહેરો નિસ્તેજ થઈ જવો: જો કિડની યોગ્ય રીતે કામ ન કરે, તો લોહીમાં લાલ રક્તકણોની સંખ્યા ઘટી જાય છે, જે એનિમિયાનું કારણ બની શકે છે. જેની અસર ચહેરા પર પીળાશ અથવા નિસ્તેજતાના સ્વરૂપમાં જોવા મળે છે.
આંખોની આસપાસ સોજો: જો સવારે ઉઠતાની સાથે જ તમારી આંખો નીચે અથવા તેની આસપાસ સોજો આવે છે, તો સમજો કે કિડની વ્યવસ્થિત કામ નથી કરી રહી. કિડની ફેલ્યોરના કિસ્સામાં શરીરમાં પાણી જમા થવા લાગે છે, જેના કારણે ચહેરા પર આંખોની આસપાસના ભાગમાં સોજો આવે છે.
હોઠ અને ત્વચા સૂકાઈ જવી: કિડનીની સમસ્યા થવા પર શરીરમાં ભેજની કમી થવા લાગે છે. જેની અસરથી હોઠ ફાટવા, સ્કીન ડ્રાય થઈ જવી અને ચહેરાની ચમક ઘટી જવાના રૂપમાં જોવા મળે છે.
ચહેરા પર લાલાશ કે ફોલ્લીઓ: જ્યારે કિડનીને નુકસાન થાય છે, ત્યારે લોહીમાં રહેલા ઝેરી તત્વો બહાર નીકળી શકતા નથી. જેના કારણે ચહેરા પર લાલ ફોલ્લીઓ, કે ખંજવાળ થઈ શકે છે.
ચહેરા પર અચાનક સોજો: જો તમારા ચહેરા પર થોડા દિવસોમાં સોજો આવે છે અથવા કોઈ કારણ વિના એકાએક તમારું વજન વધે છે, તો તે શરીરમાં પ્રવાહી રીટેન્શનનો સંકેત હોઈ શકે છે, જે કિડની ફેઈલ્યોરનું પ્રારંભિક લક્ષણ છે.
