Home Remedies For Cockroaches: રસોડામાં કૉકરોચ ફરતા રહે તો ચીતરી ચડે, તે સ્વાભાવિક છે. કૉકરોચ માત્ર ગંદકી જ નથી ફેલાવતા, પરંતુ રસોઈમાં હાનિકારક બેક્ટેરિયા પણ પહોંચાડી શકે છે. રાતના સમયે લાઈટ ચાલુ કરતાં જ આમ-તેમ દોડતા કૉકરોચ જોઈને ખાસ કરીને મહિલાઓ બૂમ પાડી ઉઠતી હોય છે. કોકરોચના ત્રાસમાંથી મુક્તિ મેળવવા માટે બજારમાં મળતા કેમિકલ સ્પ્રે થોડા સમય સુધી રાહત જરૂર આપે છે, પરંતુ તેની તીવ્ર દુર્ગંધ તેમજ હાનિકારક તત્વો ઘણી વખત બાળકોના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડતા હોય છે.
આવી સ્થિતિમાં ઘરગથ્થુ અને કુદરતી નુસખા સૌથી બેસ્ટ વિકલ્પ સાબિત થઈ શકે છે. જે કોકરોચને નુકસાન પહોંચાડ્યા વિના તેમની એન્ટ્રીને અટકાવે છે. જેના પરિણામે રસોડું પણ સાફ રહે છે. તો ચાલો આવા જ 5 કારગર ઘરેલુ ઉપાય વિશે જાણીએ…
બેકિંગ સોડા અને ખાંડ: એક ચમચી બેકિંગ સોડામાં એક ચમચી સાકર મિક્સ કરો અને રસોડાના એવા ખુણામાં મૂકી દો, જ્યાં કૉકરોચ વધારે જોવા મળતા હોય. ખાંડ વંદાઓને આકર્ષિત કરે છે અને બેકિંગ સોડા તેના પ્રવેશને અટકાવે છે. આ સૌથી અસરકાર ઘરગથ્થુ ઉપાયો પૈકી એક માનવામાં આવે છે.
તમાલપત્ર: કૉકરૉચ તમાલપત્રની ગંધથી દૂર ભાગે છે. રસોડાના કબાટ, તિરાડો અને ગેસ સ્ટવની નીચે કેટલાક તમાલ પત્ર રાખી દો. આ એક કુદરતી ઉપાય છે, જેમાં કોઈ કેમિકલનો ઉપયોગ નથી થતો અને કૉકરોચ પણ ઘરથી દૂર રહે છે.
લીંબુનો રસ અને પાણીનો સ્પ્રે: વંદા લીંબુની ખટાસ અને તેની તીવ્ર દુર્ગંધથી દૂર ભાગે છે. આ માટે એક બોટલમાં થોડો લીંબુનો રસ અને પાણી મિક્સ કરીને એક સ્પ્રે તૈયાર કરો. હવે આ સ્પ્રેને આવી જગ્યાએ છંટકાવ કરો, જ્યાં સૌથી વધુ વંદાઓ આવતા હોય. આમ કરવાથી કોકરોચ તો દૂર ભાગે છે, આ સાથે કિચનમાં પણ લાઈટ સુગંધ આવતી રહે છે.
લસણ, ડુંગળી અને લાલ મરચાનું મિશ્રણ: લસણ, ડુંગળી અને લાલ મરચા આ ત્રણેની તીખી દુર્ગંધ વંદાને દૂર રાખે છે. આથી આ ત્રણે વસ્તુઓને પાણીની બોટલમાં મિક્સ કરીને એક સ્પ્રે તૈયાર કરો. જેને સિંગ, ડ્રેન અને ખુણાઓમાં છંટકાવ કરો. આ ઉપાય ખાસ કરીને ભેજવાળા વિસ્તારમાં ખૂબ જ કારગર નીવડે છે.
વિનેગાર અને ડિશ સૉપનું મિશ્રણ: કિચનના પ્લેટફોર્મ અને ફ્લોરને સરકો અર્થાત વિનેગાર અને ડિશ શૉપ મિશ્રિત પાણીથી સાફ કરો. સરકો કૉકરોચની ગંધ પારખવાની ક્ષમતાને ખરાબ કરી નાંખે છે. જેના કારણે વંદા આ જગ્યાએ પાછા ફરતા નથી.
