Kantola Health Benefits: વરસાદના આગમન સાથે માર્કેટમાં કંટોલા દેખાવા લાગે છે. કંટોલા ઘણા લોકોના ફેવરિટ હોય છે. તેનું શાક ખાવામાં ઘણું સ્વાદિષ્ટ લાગે છે. કંટોલાના શાક સાથે છાસ ખાવાથી તેનો સ્વાદ થોડો કડવો લાગે છે. પરંતુ આરોગ્યની દ્રષ્ટીએ કંટોલા ખાવાના અનેક ફાયદા છે આજે કંટોલા ખાવાથી શું ફાયદા થાય તેના વિશે વાત કરીશું.
કંટોલામાં કયા કયા પોષકતત્વો હોય છે? ચાલો જાણીએ
કંટોલ પોષકતત્વો ભરપૂર હોય છે. તેમાં વિટામિન B12, વિટામિન D, કેલ્શિયમ, ઝીંક, કોપર, મેગ્નેશિયમ, પોટેશિયમ, ફોસ્ફરસ અને આયર્ન જેવા ખનિજો પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. આ ઉપરાંત, તેમાં વિટામિન C ની પણ સારી માત્રા હોય છે, જે શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં અને સીઝનલ બીમારીઓ સામે રક્ષણ આપવામાં મદદ કરે છે. આ શાકભાજીમાં કેલરી અત્યંત ઓછી હોય છે; જો તમે 100 ગ્રામ કંટોલાનું સેવન કરો છો, તો તેમાંથી માત્ર 17 કેલરી પ્રાપ્ત થાય છે.
ડાયાબિટીસ અને વજન ઘટાડવામાં મદદરૂપ
આજના સમયમાં ડાયાબિટીસ એક સામાન્ય સમસ્યા બની ગઈ છે, ત્યારે ડાયાબિટીસના દર્દીઓ માટે કંટોલા કોઈ દવાથી ઓછું નથી. તેનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ ઘણો ઓછો હોય છે, જે લોહીમાં શર્કરાના સ્તરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. જે લોકો વજન ઘટાડવા માંગતા હોય તેમના માટે પણ કંટોલા ઉત્તમ છે, કારણ કે તેમાં રહેલું ઉચ્ચ ફાઈબર પેટને લાંબા સમય સુધી ભરેલું રાખે છે અને વારંવાર ભૂખ લાગતી નથી.
બ્લડ પ્રેશર નિયંત્રીત કરે છે
કંટોલામાં પોટેશિયમ અને મેગ્નેશિયમ સારી માત્રામાં હોય છે, જે હૃદયના સ્વાસ્થ્ય માટે અત્યંત જરૂરી છે. તે બ્લડ પ્રેશરને નિયંત્રિત રાખવામાં અને રક્તવાહિનીઓને સ્વસ્થ રાખવામાં મદદરૂપ થાય છે, જેનાથી હાઈ બ્લડ પ્રેશર અને હૃદય સંબંધિત ગંભીર સમસ્યાઓનું જોખમ ઘટે છે. તેમાં રહેલું લ્યુટીન હૃદયની સમસ્યાઓ અને અમુક પ્રકારના કેન્સરથી પણ બચાવ કરવામાં મદદ કરી શકે છે.
પથરીની સમસ્યામાં મદદરૂપ
કિડનીની પથરીથી પીડાતા લોકો માટે કંટોલાના બીજ કે પાવડરનું દૂધ કે પાણી સાથે સેવન કરવું ફાયદાકારક માનવામાં આવે છે.
વાળ ખરતા અટકાવે છે
જો પ્રદૂષણને કારણે વાળ ખરવાની સમસ્યા હોય, તો કંટોલાના મૂળને ઘસીને તેની પેસ્ટ વાળના મૂળમાં લગાવવાથી વાળ મજબૂત બને છે.
આંખોની રોશની:
કંટોલામાં વિટામિન A ભરપૂર હોય છે, જે આંખોની તેજ વધારવામાં મદદ કરે છે.
પાઇલ્સમાં રાહત
ફાઈબર અને પાણીની ઉચ્ચ માત્રા પાચનતંત્રને સુધારે છે અને બવાસીર (પાઇલ્સ) જેવી સમસ્યાઓમાં રાહત આપે છે. તેના પાવડરનું પાણી સાથે સેવન કરવાથી જલ્દી આરામ મળે છે.
ત્વચા માટે લાભદાયી
તેમાં રહેલા એન્ટી-ઓક્સિડન્ટ્સ ત્વચાને હેલ્ધી રાખે છે અને નેચરલ ગ્લો વધારે છે.
જો તમને આ લેખ પસંદ આવ્યો હોય, તો પછી તેને શેર કરવાનું ભુલશો નહીં. આવા વધુ લેખો વાંચવા માટે ગુજરાતી જાગરણ સાથે જોડાયેલા રહો.
DISCLAIMER
દરેકના શરીરની તાસીર અલગ અલગ હોય છે. આ આર્ટિકલ્સ અને સોશિયલ મીડિયા હેન્ડલ્સના માધ્યમથી સાચી, સુરક્ષિત અને વિશેષજ્ઞ દ્વારા વેરિફાઈડ માહિતી લાવવી જ અમારો પ્રયત્ન છે, પરંતુ છતાં પણ કોઈ પણ હોમ રેમેડી, હેક કે ફિટનેસ ટિપને ટ્રાય કરતાં પહેલાં તમારા ડોક્ટરની સલાહ ચોક્કસથી લેવી. તમારો અભિપ્રાય અમને gujaratijagran@jagrannewmedia.com પર મોકલી શકો છો.
