UpdatedIST

સાવધાન! માત્ર હાઈ જ નહીં, લૉ બીપી પણ હ્રદય માટે જોખમીઃ ડૉક્ટર પાસેથી સમજો બ્લડ પ્રેશર કેટલું ઓછું હોય તો હાર્ટ એટેકનો ખતરો વધી જાય

જો તમારું બ્લડ પ્રેશર સતત લૉ હોય કે અચાનક લૉ થઈ જાય, તો તેનું કારણ હાર્ટ સુધી યોગ્ય પ્રમાણમાં લોહી નથી પહોંચતુ અને હાર્ટને પંપ થવામાં મુશ્કેલી પડે છે

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Wed 11 Feb 2026 09:54 PM (IST)Updated: Wed 11 Feb 2026 09:54 PM (IST)
low-blood-pressure-can-be-dangerous-too-know-when-it-increases-heart-attack-risk-690160
HIGHLIGHTS
  • બ્લડ પ્રેશર લૉ થવા પાછળ અનેક કારણ હોઈ શકે છે, જેની અસર આખા શરીર પર પડે છે

Low Blood Pressure: બ્લડપ્રેશર હાઈ રહે, તો તેની સ્વાસ્થ્ય પર ગંભીર અસર થતી હોય છે. જો બ્લડ પ્રેશર ખૂબ જ વધી જાય અર્થાત હાઈ થઈ જાય, તો તે હાર્ટ એટેકનું કારણ પણ બની શકે છે. ઘણી વખત તો હાઈ બીપીના કારણે સ્ટ્રોક પણ આવી શકે છે.

જો કે આપણામાંથી મોટાભાગના લોકો નહીં જાણતા હોય કે, માત્ર હાઈ જ નહીં, લો બ્લડ પ્રેશર પણ આપણા શરીરને એટલું જ નુકસાન પહોંચાડે છે. જે ખાસ કરીને આપણા હ્રદય પર વિપરિત અસર કરે છે.

એક્સપર્ટનું કહેવું છે કે, જો તમારું બ્લડપ્રેશર 90\60 mmHgથી ઓછું છે, તો તેને લો બ્લડપ્રેશર અર્થાત હાઈપોટેન્શન કહેવાય છે. ઘણી વખત મહિલાઓમાં તેના ખાસ લક્ષણો દેખાતા નથી, જેના પરિણામે તેઓ તેને નજરઅંદાજ કરી દેતા હોય છે. જો કે કેટલાક કિસ્સામાં નબળાઈ, ચક્કર આવવા, ધુંધળું દેખાવો અને બેહોશી જેવા લક્ષણો જોવા મળે છે.

જો તમારું બ્લડ પ્રેશર વધારે લો થઈ જાય, તો હાર્ટ બીટ અર્થાત હ્રદયના ધબકારા તેજ થઈ શકે છે અને શ્વાસ લેવામાં તકલીફ પણ થઈ શકે છે. જે હાર્ટ એટેકનું કારણ પણ બની શકે છે.

બ્લડપ્રેશર કેટલું લો હોવું, હાર્ટ માટે જોખમી હોઈ શકે છે, તે એક્સપર્ટ પાસેથી સમજીએ. આ સંદર્ભે આપણને ફરિદાબાદની ફોર્ટીસ હોસ્પિટલના ન્યૂરોલૉજી વિભાગના ડાયરેક્ટર ડૉ. વિનીત બંગા વિગતવાર સમજાવશે…

બીપી કેટલું લો થાય તો હાર્ટ એટેકનો ખતરો વધી જાય
એક્સપર્ટનું કહેવું છે કે, હંમેશા લોકો હાઈ બ્લડપ્રેશરને જ જોખમી સમજતા હોય છે અને લૉ બીપીને ગંભીરતાથી નથી લેતા. હકીકતમાં લો બીપી એટલે કે હાઈપોટેન્શન પણ સ્વાસ્થ્યને ખૂબ જ નુકસાન પહોંચાડે છે.

બ્લડપ્રેશર લો થવા પાછળ અનેક કારણ હોઈ શકે છે અને તેની અસર સમગ્ર શરીર પર પડતી હોય છે. જો તમારું બ્લડ પ્રેશર સતત લૉ હોય કે અચાનક લૉ થઈ જાય, તો તેનું કારણ હાર્ટ સુધી યોગ્ય પ્રમાણમાં લોહી નથી પહોંચતુ અને હાર્ટને પંપ થવામાં મુશ્કેલી પડે છે.

જેના કારણે હાર્ટ બીટ તેજ થઈ જાય, શ્વાસ લેવામાં તકલીફ અને ઘણાં કિસ્સામાં હાર્ટ ફેલ પણ થઈ શકે છે. જો તમારું બ્લડ પ્રેશર હંમેશા 90\60 mmHgથી ઓછું થઈ જતું હોય, તો તમારે તમારી ડાયટ અને લાઈફ સ્ટાઈલ પર ખાસ ધ્યાન આપવું જોઈએ અને સમયાંતરે બ્લડપ્રેશર ચેક કરાવતા રહેવું જોઈએ.

તબીબોનું કહેવું છે કે, લૉ બ્લડપ્રેશરને પણ નિયમિત મોનિટર કરવાની જરૂર છે. લૉ બીપીની હાર્ટ, બ્રેઈન અને કિડની સહિત સમગ્ર શરીર પર અસર થતી હોય છે. બ્લડ પ્રેશર લો કે હાઈ રહે, બન્ને સારા તો નથી જ, તેની સ્વાસ્થ્ય પર વિપરિત અસર પડી શકે છે.