Premanand Maharaj Parenting Tips: નાના બાળકો રડે ત્યારે હાથમાં મોબાઈલ પકડાવી માતા-પિતા બહુ મોટી ભૂલ કરે છે

આજે નાના બાળકોના હાથમાં મોબાઈલ પકડાઈ દેવાથી તેમના સંસ્કાર બગડી રહ્યા છે. બાળકો માતા-પિતાના ચરણ સ્પર્ષ કરવા, ભગવાનનું સ્મરણ કરવાનું ભૂલ્યા.

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Thu 16 Oct 2025 04:48 PM (IST)Updated: Thu 16 Oct 2025 04:48 PM (IST)
premanand-maharaj-parenting-tips-in-gujarati-mobile-addiction-for-children-latest-video-621742
HIGHLIGHTS
  • ભક્તના પ્રશ્ન પર પ્રેમાનંદ મહારાજે આપેલો જવાબ દરેક માતા-પિતાને સમજવા જેવો
  • ફોન આપવાથી બાળક વ્યસ્ત રહેશે, પરંતુ અનેક ગંભીર બીમારીઓ તેને ઘેરી લેશે

Premanand Maharaj Parenting Tips: વૃંદાવનના જાણીતા સંત પ્રેમાનંદ મહારાજ હંમેશા સંતાનોના ઉછેર સાથે સંકળાયેલી બાબતો પર પોતાના વિચારો રજૂ કરતાં રહે છે. પ્રેમાનંદ મહારાજ દ્વારા આપવામાં આવેલી સલાહ માત્ર વાલીઓને માર્ગદર્શન જ નથી આપતી, પરંતુ તેમને પોતાની ભૂલનો અહેસાસ પણ કરાવે છે.

જો આજના સમયની વાત કરીએ તો, મોટાભાગના માતા-પિતાની એક સમસ્યા સામાન્ય છે કે, તેઓ બાળકોને સાચવે કે પછી પોતાનું કામકાજ કરે. આખરે કંટાળીને માતા-પિતા બાળકના હાથમાં મોબાઈલ પકડાવીને પોતાનું કામ કરવા લાગે છે. આજ કારણોસર દોઢ-બે વર્ષના બાળકો પણ મોબાઈલમાં જ ખોવાયેલા જોવા મળી રહ્યા છે.

તાજેતરમાં જ એક ભક્ત દ્વારા સંત પ્રેમાનંદ મહારાજને આજ બાબતે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. જેમાં ભક્તે પ્રેમાનંદ મહારાજને પૂછ્યું હતું કે, શું નાના બાળકો રડવા લાગે, ત્યારે તેમને મોબાઈલ આપવો કેટલો યોગ્ય છે? જેનું એક કારણ એ છે કે, હવે સંયુક્ત પરિવારો રહ્યા નથી. આવી સ્થિતિમાં માતા-પિતા માટે એકલા હાથે બાળકોને ઉછેર મોટી જવાબદારી બની જાય છે.

આ પ્રશ્ન પર પ્રેમાનંદ મહારાજે સુંદર જવાબ આપતા જણાવ્યું કે, આજથી 35 વર્ષ પહેલા પણ બાળકો હતા. આ સમયે પણ લોકો કામ પર જતા જ હતા. અરે લોકો દેશ-વિદેશમાં કામ કરતા હતા.

પહેલા પણ લોકો પોતાના કામકાજમાં જ એટલા જ વ્યસ્ત રહેતા હતા, જેટલા આજે જોવા મળે છે. આથી જ તે સમયે બાળકોની દેખભાળ માટે કેર ટેકર તરીકે બાઈ રાખતા હતા. જે બાળકોની સેવા કરવાની સાથે-સાથે તેમનો ઉછેર પણ કરતી હતી. જેથી લોકો પોતાની નોકરી પરથી ઘરે આવીને બાળકો સાથે સમય પસાર કરતાં હતા.

જો કે તે સમયે તો ફોન પણ નહતા. આથી નાના બાળકોને ફોન પકડાવવો યોગ્ય નથી. આજના સમયમાં બાળકના હાથમાં મોબાઈલ આપવાથી તેના સંસ્કાર બગડી રહ્યા છે. આજ કારણ છે કે, આજકાલના બાળકો ના તો માતા-પિતાના ચરણ સ્પર્શ કરે છે અને ના તો તેમને પ્રણામ કરે છે.

દરરોજ સવારે ઉઠીને ધરતીને પગે લાગવું, માતા-પિતાના ચરણ સ્પર્શ કરવા, ભગવાનનું સ્મરણ કરવું, આવી દિનચર્ચા આજના સમયમાં કોઈ પણ બાળકોમાં જોવા નથી મળતી. આજના બાળકો તો સવારે ઉઠ્યા ત્યારથી જ મોબાઈલમાં રચ્યા-પચ્યા રહે છે અને 9 વાગ્યા સુધીમાં સૂઈ જાય છે.

વધુમાં પ્રેમાનંદ મહારાજે જણાવ્યું કે, દોઢ-બે વર્ષના બાળકને મોબાઈલ આપવો કોઈ મજબૂરી નથી, પરંતુ હવે તો આદત બનતી જઈ રહી છે. માતા-પિતા વિચારે છે કે, બાળકને ફોન દેખાડવાથી તે વ્યસ્ત રહેશે, પરંતુ આમ કરવાથી અવનવી બીમારીઓ પણ જન્મી રહી છે, જેનો તેમને ખ્યાલ જ નથી.