Sadhguru Love Quotes: સદગુરુ દરેક મુદ્દા પર પોતાની વાત સ્પષ્ટપણે રજૂ કરવા માટે જાણીતા છે. તેમના પ્રેમ પરના વિચારો અત્યંત અમૂલ્ય છે. અહીં અમે સદગુરુ જગદીશ વાસુદેવના તે અમુલ્ય વિચારો રજૂ કર્યા છે જે તમારા સંબંધોમાં મીઠાશ ઉમેરવાનું કાર્ય કરી શકે છે. જેને તમારે તમારા જીવનમાં ઉતારવા જોઈએ.
Sadhguru Love Quotes in Gujarati
- સદગુરુના મતે પ્રેમ અને સંબંધોને સમજવા માટે મનુષ્યએ પોતાની મર્યાદાઓમાંથી બહાર આવવું જરૂરી છે. મોટાભાગના લોકો માટે પ્રેમનો અર્થ એવો થાય છે કે સામેવાળાએ એ જ કરવું જોઈએ, જે હું ઈચ્છું છું. જોકે, પ્રેમનો સાચો અર્થ એ છે કે સામેવાળું વ્યક્તિ જે ઈચ્છે તે કરી શકે છે, અને તેમ છતાં પણ આપણે તેમને પ્રેમ કરીએ છીએ.
- સદગુરુ કહે છે કે દરેક વ્યક્તિ ભગવાનને પ્રેમ કરી શકે છે કારણ કે ભગવાન તમારી પાસેથી કંઈ માંગતા નથી. પરંતુ, જે વ્યક્તિ હમણાં જ તમારી બાજુમાં છે તેને પ્રેમ કરવા માટે જીવનની કિંમત ચૂકવવી પડે છે.
- સાચો પ્રેમ હંમેશા ખુશી આપે છે. પ્રેમ એ છે જે તમને ખુશી, માનસિક શાંતિ અને આરામ આપે છે.
- જો તમારા હૃદયમાં પ્રેમ હોય, તો તે તમારા જીવનમાં તમારું માર્ગદર્શન કરશે. પ્રેમ પાસે પોતાની બુદ્ધિ હોય છે.
- સદગુરુના કહેવા અનુસા જો તમે કોઈને પ્રેમ કરો છો, તો તમારે તેમના માટે તે કરવું જોઈએ જે તેમને પસંદ છે, નહીં કે તે જે તમને પસંદ છે.
- જે વ્યક્તિ સાચું અને ખોટું, પસંદ અને નાપસંદમાં જ ફસાયેલો છે, તે પ્રેમની સમજ ક્યારેય જાણી શકશે નહીં.
- પ્રેમ એ સુવિધાનું સાધન નથી. પ્રેમ એ સ્વ-વિનાશની પ્રક્રિયા છે.
- પ્રેમ એ આત્મસાત કરવાની પ્રક્રિયા છે.
કોણ છે સદગુરુ
આધ્યાત્મિક ગુરુ સદગુરુ (જગદીશ વાસુદેવ) ઈશા ફાઉન્ડેશનના સંસ્થાપક છે. આ સંસ્થાની સ્થાપના 1992માં કરવામાં આવી હતી. સદગુરુનું સાચું નામ જગદીશ વાસુદેવ છે અને તેમનો જન્મ 3 સપ્ટેમ્બર 1957ના રોજ થયો હતો. સદગુરુ વિશ્વભરમાં યોગ અને આંતરિક કલ્યાણના કાર્યક્રમો દ્વારા લોકોને જીવન જીવવાની એક અલગ સમજ આપવાનું કાર્ય કરી રહ્યા છે. ભારત સરકારે તેમને 2017માં પદ્મ વિભૂષણથી સન્માનિત કર્યા હતા.
