Atiq Ahmed Son Dies: અતીક અહેમદના નાના દીકરાનું માર્ગ અકસ્માતમાં મોત;ઝાંસી જિલ્લો કેમ ચર્ચામાં આવ્યો તે જાણો

પોલીસની માહિતી પ્રમાણએ અબાન અહેમદ તેના મોટાભાઈને મળવા માટે ઝાંસીની જેલ જઈ રહ્યો હતો. આ ઘટનામાં તેની સાથે મુસાફરી કરી રહેલો સોનુ નામના યુવનું પણ મોત થયુ છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Thu, 06 Aug 2026 07:00 PM (IST)Updated: Thu, 06 Aug 2026 07:01 PM (IST)
atiq-ahmed-youngest-son-died-in-road-accident-in-jhansi-uttarpradesh

Atiq Ahmed Son Dies: માફિયામાંથી રાજકીય નેતા બનેલ દિવંગત અતીક અહેમદનો સૌથી નાનો દીકરો અબાન અહેમદનું ગુરુવારે સવારે ઉત્તર પ્રદેશના ઝાંસી-કાનપુર હાઈવે પર સર્જાયેલા એક માર્ગ અકસ્માતમાં મોત થયુ છે. પોલીસે આપેલી માહિતી પ્રમાણે જે કારમાં અબાન મુસાફરી કરી રહ્યો હોત તે અનિયંત્રિત થઈને ડિવાઈડર સાથે અથડાઈ હતી. આ ઘટના ઝાંસી જીલ્લાના પૂંછ વિસ્તારમાં સર્જાઈ હતી.

પોલીસની માહિતી પ્રમાણએ અબાન અહેમદ તેના મોટાભાઈને મળવા માટે ઝાંસીની જેલ જઈ રહ્યો હતો. આ ઘટનામાં તેની સાથે મુસાફરી કરી રહેલો સોનુ નામના યુવનું પણ મોત થયુ છે. અન્ય બે વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

આ ઘટનાની માહિતી મળતા પૂંછ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મી તથા અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. પોલીસે તાત્કાલિક રીતે રાહત અને બચાવ કાર્ય અભિયાન હાથ ધરી ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડ્યા હતા. મૃતકોના મૃતદેહને કબ્જામાં લેવા માટે પંચનામા સહિત અન્ય કાયદાકીય કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.

અતીક પરિવાર સાથે ઝાંસીમાં આ ત્રીજી વખત સર્જાઈ ઘટના

અતીક અહેમદના પરિવારનું ઝાંસીમાં આ અગાઉ પણ બે વખત ઘટનાક્રમો સાથે જોડાયેલ છે. અતીક અહેમદના દિકરા અસદ અહેમદનું એન્કાઉન્ટર 13 એપ્રિલ 2023ના રોજ ઝાંસી જિલ્લાના બડાગાંમ વિસ્તારમાં થયું હતું. અસદ સાથે તેનો સહયોગી ગુલામ હસન પણ માર્યો ગયો હતો. બન્ને ઉમેશ પાલ હત્યાકાંડમાં સંડોવાયેલા હતા. અને તેમની ઉપર રૂપિયા 5-5 લાખ ઈનામ જાહેર કરાયેલુ હતું.

ત્યારબાદ બીજા દિકરા અલી અહેમદને ઝાંસીની જિલ્લા જેલમાં રાખવામાં આવ્યો છે. હવે તે અલીને મળવા આવતી વખતે નાના દિકરા અબાનનું માર્ગ અકસ્માતમાં મોત થયું છે.