CBSE 10th Result 2026 Marksheet Download: CBSE ધોરણ-10નું પરિણામ જાહેર, અહીં આપેલી લિંક પર ક્લિક કરીને માર્કશીટ ડાઉનલોડ કરો

જે ઉમેદવારોએ CBSE ધોરણ-10ની પરીક્ષા આપેલી છે તેઓ CBSEની અધિકૃત વેબસાઈટ cbse.gov.in પર જઈ CBSE ધોરણ-10 પરિણામ 2026 જોઈ શકે છે.

By: Nilesh ZinzuwadiaEdited By: Nilesh Zinzuwadia Publish Date: Wed 15 Apr 2026 05:29 PM (IST)Updated: Wed 15 Apr 2026 05:39 PM (IST)
board-results-cbse-class-10th-result-2026-marksheet-download-here-by-check-online-728564

CBSE 10th Result 2026 Marksheet Download:સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકેન્ડરી એજ્યુકેશન (CBSE)એ આજે CBSE ધોરણ 10નું પરિણામ જાહેર-2026ની જાહેરાત થઈ ગઈ છે. જે ઉમેદવારોએ CBSE ધોરણ-10ની પરીક્ષા આપેલી છે તેઓ CBSEની અધિકૃત વેબસાઈટ cbse.gov.in પર જઈ CBSE ધોરણ-10 પરિણામ 2026 જોઈ શકે છે.

CBSE ધોરણ-10ની પરીક્ષાનું રિઝલ્ટ results.cbse.nic.in, cbse.nic.in, cbseresults.nic.in, digilocker.gov.in અને results.gov.in પર જઈ જોઈ શકે છે.
CBSE 10th Result 2026 Marksheet Download Link

CBSE ધોરણ-10 પરિણામ-2026 માર્કશીટ ડાઉનલોડ કરો
CBSE દ્વારા ધોરણ-10ના પરિણામની જાહેરાત કરવામાં આવી છે. વિદ્યાર્થી તેમના લોગઈન ક્રેડેન્શિયલના માધ્યમથી તેમની માર્કશીટ ડાઉનલોડ કરી શકે છે. CBSE બોર્ડની માર્કશીટ cbse.gov.in, results.cbse.nic.in, DigiLocker અને Umang App પર જઈ મેળવી શકે છે.

CBSE ધોરણ 10 પરિણામ 2026 માર્કશીટમાં શુ-શું હશે

CBSE ધોરણ 10ની ડિજિટલ માર્કશીટમાં ઉમેદવારનું નામ, રોલ નંબર, જન્મ તારીખ, ફોટો, સ્કૂલનું નામ, માતા-પિતાનું નામ, વિષયવાર મળેલ ગુણ, કૂલ ગુણ, મળેલ ગ્રેડ તથા પાસ થયાની સ્થિતિ જેવી માહિતીનો સમાવેશ થાય છે. રિઝલ્ટ જારી કર્યાં બાદ , વિદ્યાર્થીને સલાહ આપવામાં આવે છે કે તેઓ માર્કશીટ ધ્યાનથી જુએ.