Cyclone Michaung Highlights: દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડી પર દબાણ ક્ષેત્ર ચક્રવાતી તોફાન મિચૌંગમાં પરિવર્તિત થયું છે. તે સોમવારે ઉત્તર તમિલનાડુના તટ સુધી પહોંચી શકે છે. હવામાન વિભાગ (IMD) એ રવિવારે જણાવ્યું હતું કે, વાવાઝોડું પુડુચેરીના લગભગ 250 કિમી પૂર્વ-દક્ષિણપૂર્વમાં, ચેન્નાઈના 230 કિમી પૂર્વ-દક્ષિણપૂર્વમાં, નેલ્લોરથી 350 કિમી દક્ષિણપૂર્વમાં કેન્દ્રિત છે.
તે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધીને સોમવાર સુધીમાં દક્ષિણ આંધ્ર પ્રદેશ અને ઉત્તર તમિલનાડુના દરિયાકાંઠે પહોંચે તેવી શક્યતા છે. આ પછી, 110 કિમી પ્રતિ કલાકની ઝડપ સાથે મિચૌંગ મંગળવારે નેલ્લોર અને માછલીપટ્ટનમ વચ્ચેના દરિયાકાંઠે ટકરાશે. તેની મહત્તમ સ્પીડ 100 કિમી પ્રતિ કલાકની હશે. પ્રેટરના જણાવ્યા અનુસાર, NDRF એ પરિસ્થિતિનો સામનો કરવા માટે તમિલનાડુ, આંધ્ર પ્રદેશ અને પુડુચેરીમાં 21 ટીમો તૈનાત કરી છે.
વધારાની આઠ ટીમોને રિઝર્વમાં રાખવામાં આવી છે. કેબિનેટ સચિવ રાજીવ ગૌબાની અધ્યક્ષતામાં રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન સમિતિ (NCMC)ની બેઠકમાં ચક્રવાત માટે રાજ્ય સરકારો અને કેન્દ્રીય મંત્રાલયો અને વિભાગોની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી.
