Goa NightClub Fire: ગોવા નાઈટક્લબમાં લાગેલી ભીષણ આગ બાદ સરકારે કડક વલણ અપનાવ્યું છે. ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતના આદેશ બાદ, નાઈટક્લબ પર તોડી પાડવાનું કામ શરૂ થઈ ગયું છે. આ નિર્દેશ બાદ રોમિયો લેન બીચ પર સ્થિત લુથરા બ્રધર્સના ક્લબ પર પણ બુલડોઝરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
વાગાટોર વિસ્તારમાં રોમિયો લેન રેસ્ટોરન્ટનો એક ભાગ તોડી પાડવામાં આવી રહ્યો છે. નોંધનીય છે કે ગૌરવ લુથરા અને સૌરભ લુથરા માલિક છે. આ બંને રોમિયો લેન નજીક બર્ચના પણ માલિક પણ છે, જ્યાં 7 ડિસેમ્બરે આગ લાગી હતી જેમાં 25 લોકો માર્યા ગયા હતા.
ઓથોરિટીએ લૂથરા બ્રધર્સ સાથે જોડાયેલા વધુ બે ક્લબ સીલ કર્યા
આગ લાગવાની દુર્ઘટના બાદ લુથરા ભાઈઓ પર ઝડપી કાર્યવાહી કરવામાં આવી રહી છે. ગોવાના અધિકારીઓએ ગોવામાં લુથરા ભાઈઓની માલિકીની બે વધુ ક્લબને સીલ કરી દીધી છે. સીલ કરાયેલા બે ક્લબમાંથી એક અંજુના ખાતે કાહા બાય રોમિયો લેન છે. કાહા ક્લબ અંજુના બીચ પર એક પ્રખ્યાત ફૂડ જોઈન્ટ છે. વાગાટોરમાં સૌરવ લુથરાનો રોમિયો લેન ક્લબ પણ સીલ કરવામાં આવ્યો છે. વાગાટોરમાં ક્લબ સામે આ બુલડોઝર કાર્યવાહી કરવામાં આવી હતી.
આ પણ વાંચો
#WATCH | Goa: A portion of the Romeo Lane restaurant located in the Vagator area is being demolished. It is owned by Gaurav Luthra and Saurabh Luthra, who also own Birch by Romeo Lane, where a fire tragedy claimed 25 lives on December 7.
— ANI (@ANI) December 9, 2025
"We will demolish the encroachment on the… pic.twitter.com/YoZHQgg6cy
લુથરા બ્રધર્સ સામે ઇન્ટરપોલ બ્લુ નોટિસ જારી
ગોવા પોલીસે મુખ્ય આરોપી અને ગોવા નાઇટક્લબના માલિકો સૌરભ અને ગૌરવ લુથરા સામે ઇન્ટરપોલ બ્લુ નોટિસ જારી કરવા માટે સીબીઆઈનો સંપર્ક કર્યો છે. અધિકારીઓએ મંગળવારે જણાવ્યું હતું બંને ભાઈઓ દેશ છોડીને ભાગી ગયા છે.
ગુનાહિત તપાસના સંદર્ભમાં વ્યક્તિની ઓળખ, સ્થાન અથવા પ્રવૃત્તિઓ વિશે માહિતી એકત્રિત કરવા માટે ઇન્ટરપોલ બ્લુ નોટિસ જારી કરવામાં આવે છે.
ભાગેડુની અટકાયત માટે રેડ નોટિસ ફક્ત ચાર્જશીટ દાખલ થયા પછી અને વોન્ટેડ વ્યક્તિ સામે બિન-જામીનપાત્ર વોરંટ જારી થયા પછી જ જારી કરી શકાય છે.
સીએમ સાવંતના આદેશ પર નાઈટક્લબ પર બુલડોઝરનો ઉપયોગ
ગોવા ટુરિઝમ ડેપ્યુટી ડિરેક્ટર ધીરજ વાગલેએ જણાવ્યું હતું કે- અમે દરિયા કિનારાની બાજુથી અતિક્રમણ તોડી પાડીશું. તોડી પાડવામાં આવનાર કુલ વિસ્તાર 198 ચોરસ મીટર છે.
એ નોંધવું જોઈએ કે ગોવામાં આગ લાગ્યા પછી, બંને ક્લબ માલિકો દિલ્હી થઈને થાઈલેન્ડ ભાગી ગયા હતા. તેઓ હવે ઇન્ટરપોલની યાદીમાં છે. પોલીસ તેમને ભારત પાછા લાવવાનો પ્રયાસ કરી રહી છે.
