India EU Trade Deal: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 27 જાન્યુઆરીના રોજ યુરોપિયન યુનિયનના 27 દેશો સાથે ઐતિહાસિક વેપાર કરાર પર હસ્તાક્ષર કર્યા છે. 18 વર્ષની લાંબી રાહ બાદ થયેલા આ કરારથી ભારતને યુરોપના વિશાળ અને સમૃદ્ધ બજારમાં સીધો પ્રવેશ મળશે. પરંતુ ઘણા લોકોના મનમાં પ્રશ્ન છે કે આ 27 દેશો કયા છે?
યુરોપિયન યુનિયનના 27 સભ્ય દેશોની યાદી:
ભારત જે દેશો સાથે હવે મુક્ત વેપાર કરશે તેની યાદી નીચે મુજબ છે:
- 1) ઑસ્ટ્રિયા (Austria)
- 2) બેલ્જિયમ (Belgium)
- 3) બલ્ગેરિયા (Bulgaria)
- 4) ક્રોએશિયા (Croatia)
- 5) સાયપ્રસ (Cyprus)
- 6) ચેકિયા (Czechia)
- 7) ડેનમાર્ક (Denmark)
- 8) એસ્ટોનિયા (Estonia)
- 9) ફિનલેન્ડ (Finland)
- 10) ફ્રાન્સ (France)
- 11) જર્મની (Germany)
- 12) ગ્રીસ (Greece)
- 13) હંગેરી (Hungary)
- 14) આયર્લેન્ડ (Ireland)
- 15) ઇટલી (Italy)
- 16) લાત્વિયા (Latvia)
- 17) લિથુઆનિયા (Lithuania)
- 18) લક્ઝમબર્ગ (Luxembourg)
- 19) માલ્ટા (Malta)
- 20) નેધરલેન્ડ્સ (Netherlands)
- 21) પોલેન્ડ (Poland)
- 22) પોર્ટુગલ (Portugal)
- 23) રોમાનિયા (Romania)
- 24) સ્લોવાકિયા (Slovakia)
- 25) સ્લોવેનિયા (Slovenia)
- 26) સ્પેન (Spain)
- 27) સ્વીડન (Sweden)
આ કરારનું મહત્વ
આ 27 દેશો સાથેના કરારને કારણે ભારતની ટેક્સટાઈલ, એગ્રીકલ્ચર, ફાર્મા અને આઈટી સેવાઓને યુરોપિયન માર્કેટમાં મોટો ફાયદો થશે. બીજી તરફ, યુરોપના આ દેશોમાંથી આવતી ટેકનોલોજી અને મશીનરી ભારતમાં સસ્તી થશે. વડાપ્રધાન મોદીના મતે, આ કરાર ભારતને 'આત્મનિર્ભર' બનાવવાની દિશામાં અને 2047 સુધીમાં વિકસિત ભારત બનાવવાના લક્ષ્યમાં ગેમ-ચેન્જર સાબિત થશે.
નોંધનીય છે કે, 2020માં બ્રિટન (UK) આ સમૂહમાંથી બહાર નીકળી ગયું હતું (બ્રેક્ઝિટ), ત્યારબાદ હવે આ 27 દેશો સાથે ભારતની આ સૌથી મોટી ડીલ છે.
