Ayodhya Ram Mandir Flag Hoisting: રામ મંદિરના શિખર પર ધર્મ ધ્વજ લહેરાયો, મંત્રોચ્ચાર સાથે પીએમ મોદીના હસ્તે ધ્વજારોહણ

અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ મંદિરના શિખર પર ધર્મ ધ્વજ લહેરાયો હતો. મંત્રોચ્ચાર સાથે પીએમ મોદીએ ધ્વજારોહણ કર્યું હતું. આ પ્રસંગે RSS વડા મોહન ભાગવત પણ PM મોદી સાથે હાજર હતા.

By: Kajal ChauhanEdited By: Kajal Chauhan Publish Date: Tue 25 Nov 2025 11:18 AM (IST)Updated: Tue 25 Nov 2025 12:24 PM (IST)
pm-modis-ayodhya-road-show-ram-mandir-flag-hoisting-2025-crowd-photos-videos-security-644142

PM Modi Ayodhya Ram Mandir Flag Hoisting: આજે અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ મંદિરના શિખર પર ધર્મ ધ્વજ લહેરાયો હતો. મંત્રોચ્ચાર સાથે પીએમ મોદીએ ધ્વજારોહણ કર્યું હતું. આ પ્રસંગે RSS વડા મોહન ભાગવત પણ PM મોદી સાથે હાજર હતા. આ ધ્વજવંદન મંદિરના નિર્માણ પૂર્ણ થવાનું અને એક મુખ્ય સાંસ્કૃતિક ઉજવણીનું પ્રતીક માનવામાં આવે છે. ધ્વજારોહણ બાદ પીએમ મોદીએ જનસભાને સંબોધન કર્યું હતું.

પીએમ મોદીનો સાકેત કોલેજથી રામ જન્મભૂમિ સુધી રોડ શો
વડાપ્રધાન નરેન્દ્ર મોદી રામ મંદિરના શિખર પર ધ્વજારોહણના કાર્યક્રમમાં ભાગ લેવા માટે દિલ્હીથી મહર્ષિ વાલ્મીકિ એરપોર્ટ થઈને અયોધ્યા પહોંચ્યા હતા. એરપોર્ટ પર તેમનું સ્વાગત મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને રાજ્યપાલ આનંદીબેન પટેલે બુકે આપીને કર્યું હતું. ત્યારબાદ પીએમ મોદીએ સાકેત કોલેજથી રામ જન્મભૂમિ સુધી એક કિલોમીટર લાંબો રોડ શો યોજ્યો હતો. રોડ શો દરમિયાન ભારે સંખ્યામાં શ્રદ્ધાળુઓએ તેમનું સ્વાગત કર્યું. રોડ શો દરમિયાન શ્રદ્ધાળુઓએ 'જય શ્રી રામ'ના નારા સાથે વડાપ્રધાનનું સ્વાગત કર્યું હતું.

લોક કલાકારો દ્વારા સાંસ્કૃતિક પ્રસ્તુતિ
વડાપ્રધાનના રોડ શોના સ્વાગત માટે જુદી જુદી જગ્યાએ સાંસ્કૃતિક મંચો બનાવવામાં આવ્યા હતા. આ મંચો પર કલાકારો દ્વારા લોક નૃત્યનું પ્રસ્તુતિકરણ થઈ રહ્યું છે. આ સાંસ્કૃતિક મંચો પર લોક કલાકારોએ તેમના ગાયન અને નૃત્યથી વડાપ્રધાનનું સ્વાગત કર્યું હતું.

રોડ શો પછી સપ્ત મંદિરમાં દર્શન
રોડ શો પૂર્ણ થયા બાદ વડાપ્રધાન સપ્ત મંદિર પહોંચ્યા અને પૂજા-અર્ચના કરી હતી. સપ્ત મંદિરમાં પ્રાર્થના કર્યા પછી પીએમ મોદી રામ મંદિર પહોંચ્યા અને ગર્ભગૃહ તેમજ મંદિરના પહેલા માળે રામ દરબારમાં પ્રાર્થના કરી. પીએમ મોદીએ પહેલા શેષાવતાર મંદિરની મુલાકાત લીધી, પ્રાર્થના કરી અને ધાર્મિક વિધિઓ કરી. આ કાર્યક્રમ માટે સમગ્ર અયોધ્યામાં ભવ્ય અને શ્રદ્ધાળુ વાતાવરણ છવાઈ ગયું.

22 મહિના બાદ રામલલા સમક્ષ હાજરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી લગભગ 22 મહિના પછી ફરી એકવાર રામલલા સમક્ષ હાજર થયા છે. તેમણે 5 ઓગસ્ટ 2020ના રોજ મંદિરના નિર્માણ માટે શિલાન્યાસ કરીને શરૂઆત કરી હતી અને ત્યારબાદ 22 જાન્યુઆરી, 2024 ના રોજ પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી.