Delhi Blast News: દિલ્હી વિસ્ફોટો બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ સાથે ફોન પર વાત કરી છે. દિલ્હીમાં વિસ્ફોટો પછીની પરિસ્થિતિની PM મોદીએ સમીક્ષા કરી છે. ગૃહ પ્રધાન અમિત શાહ ઘટનાસ્થળ પરના પોલીસ અધિકારીઓ પાસેથી પણ અપડેટ મેળવી રહ્યા છે. વિસ્ફોટો બાદ સમગ્ર દિલ્હીમાં હાઇ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
વિસ્ફોટમાં 10 લોકોના મોત
સોમવારે સાંજે 6:52 વાગ્યે દિલ્હીના લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન પાસે એક ચાલતી કારમાં વિસ્ફોટ થયો હતો. ઘણી કારમાં આગ લાગી ગઈ હતી અને તેને ભારે નુકસાન થયું હતું. દિલ્હી વિસ્ફોટમાં 11 લોકો માર્યા ગયા છેઅને લગભગ 30 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
અમિત શાહ ક્ષણે ક્ષણે પરિસ્થિતિનો તાગ મેળવી રહ્યા છે
ગૃહમંત્રી અમિત શાહ દરેક ક્ષણની સતત અપડેટ લઈ રહ્યા છે. સમયાંતરે તેમની સાથે માહિતી શેર કરવામાં આવી રહી છે. ઘટના પછી તરત જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દિલ્હી પોલીસ કમિશનર સાથે વાત કરી હતી.
વિસ્ફોટોથી ઘરની બારીઓ હચમચી ગઈ
પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે વિસ્તારમાં ગભરાટ અને અવિશ્વાસનું વાતાવરણ હતું. સ્થાનિક રહેવાસી રાજધર પાંડેએ જણાવ્યું કે તેમણે તેમના ઘરમાંથી આગની જ્વાળા જોઈ હતી. ત્યારબાદ તેઓ શું થયું છે તે જોવા માટે નીચે આવ્યા હતા. તેમણે તેમના ઘરમાંથી જોરદાર વિસ્ફોટ સાંભળ્યો હતો. વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે તેનાથી તેમના ઘરની બારીઓ હચમચી ગઈ હતી.
