મુંબઈ મેરેથોન 2027ની 22મી આવૃત્તિ માટે રજિસ્ટ્રેશનનો પ્રારંભ, 17 જાન્યુઆરીએ CSTથી દોડશે હજારો રનર્સ

ટાટા મુંબઈ મેરેથોન 2027 માટે રજિસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે. 17 જાન્યુઆરીએ CSTથી શરૂ થનારી આ રેસમાં કરોડો રૂપિયાના ઈનામો જીતવાની તક મળશે.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Thu, 06 Aug 2026 05:40 PM (IST)Updated: Thu, 06 Aug 2026 06:18 PM (IST)
registration-opens-for-the-22nd-edition-of-the-mumbai-marathon-2027-thousands-of-runners-to-race-from-cst-on-january-17

Tata Mumbai Marathon 2027 Registration: ભારતમાં ડિસ્ટન્સ રનિંગના પ્રણેતા પ્રોકેમ ઈન્ટરનેશનલે (Procam International) ટાટા મુંબઈ મેરેથોનની 22મી આવૃત્તિ માટે રજિસ્ટ્રેશન શરૂ કરવાની જાહેરાત કરી છે. વિશ્વપ્રસિદ્ધ આ મહારેસ 17 જાન્યુઆરી 2027ના રોજ યોજાશે.

2004થી શરૂ થયેલી સફર: મુંબઈના જુસ્સાની ઉજવણી

2004માં શરૂ થયેલી ટાટા મુંબઈ મેરેથોન આજે વિશ્વની સૌથી મોટી સહભાગી ચળવળોમાંની એક બની ગઈ છે. આ ઈવેન્ટ માત્ર એક રેસ નથી, પરંતુ રમતગમત, આરોગ્ય, સમાવેશીતા અને પરોપકારની પરિવર્તનકારી શક્તિ દ્વારા મુંબઈની સ્થિતિસ્થાપકતા, ઉદારતા અને અદમ્ય ભાવનાની ઉજવણી કરે છે.

$3.89 લાખથી વધુનું ઈનામ

વર્લ્ડ એથ્લેટિક્સ ગોલ્ડ લેબલ ધરાવતી આ મેરેથોનમાં કુલ આશરે ₹3.25 કરોડથી વધુનું ઈનામ ભંડોળ રાખવામાં આવ્યું છે, જે વિશ્વભરના શ્રેષ્ઠ એથ્લેટ્સ અને એમેચ્યોર દોડવીરોને આકર્ષિત કરશે.

ફિઝિકલ (પ્રત્યક્ષ) અને વર્ચ્યુઅલ બંને રેસ માટે રજિસ્ટ્રેશન ખુલ્લું મૂકવામાં આવ્યું છે.રવિવાર, 17 જાન્યુઆરી 2027ના રોજ આઇકોનિક છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CST) થી રેસને લીલી ઝંડી અપાશે.

બ્રાન્ડ લીડર્સનો પ્રતિસાદ

ટાટા સન્સ કોર્પોરેટ બ્રાન્ડ અને માર્કેટિંગના હેડ એડ્રિયન ટેરોને જણાવ્યું કે- ટાટા મુંબઈ મેરેથોન ભારતની ભાવના અને સામૂહિક આકાંક્ષાને દર્શાવે છે. 22મી આવૃત્તિમાં પ્રવેશતી આ ઈવેન્ટ વેલનેસ અને દાન દ્વારા લોકોને એક કરે છે. માનવ ક્ષમતા અને ટકાઉ મૂલ્યોની ઉજવણી કરતી આ ચળવળને ટેકો આપવા બદલ અમને ગર્વ છે.

IDFC FIRST બેંકના ચીફ માર્કેટિંગ ઓફિસર શ્રીપાદ શિંદે જણાવ્યું કે - પ્રગતિની શરૂઆત લોકોથી થાય છે. ટાટા મુંબઈ મેરેથોન સાથેની અમારી ભાગીદારી સ્વસ્થ અને મજબૂત સમાજ પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે. મુંબઈની ઊર્જા અને સકારાત્મક અસર ઊભી કરતા આયોજન સાથે જોડાવા બદલ અમને ગર્વ છે.

નવા કોર્પોરેટ સહયોગ

ટાટા ગ્રૂપની એરલાઈન અને એર ઈન્ડિયા લિમિટેડની સબસિડીયરી, આ વર્ષે "એરલાઈન પાર્ટનર" તરીકે ટાટા મુંબઈ મેરેથોનમાં જોડાઈ છે, જે રનર્સ અને વિઝિટર્સને સ્માર્ટ ટેકનોલોજી સાથે સીમલેસ કનેક્ટિવિટી પૂરી પાડશે.