Bihar CM Samrat Choudhary Oath: બિહારના રાજકારણમાં આજે એક નવો અધ્યાય શરૂ થયો છે. પટના સ્થિત લોકભવનમાં આયોજિત ભવ્ય સમારોહમાં ભાજપના નેતા સમ્રાટ ચૌધરીએ બિહારના મુખ્યમંત્રી તરીકે પદ અને ગોપનીયતાના શપથ લીધા છે. બિહારના ઇતિહાસમાં આ પ્રથમ પ્રસંગ છે જ્યારે ભારતીય જનતા પાર્ટીનો પોતાનો મુખ્યમંત્રી સત્તા પર આવ્યો હોય.
#WATCH | Patna, Bihar: Samrat Choudhary takes oath as the Chief Minister of Bihar
— ANI (@ANI) April 15, 2026
He becomes the first Bharatiya Janata Party (BJP) Chief Minister of Bihar following the resignation of Nitish Kumar. pic.twitter.com/ObDBH2RxJr
બિહારમાં મુખ્યમંત્રી અને ડે.સીએમનું શપથ ગ્રહણ
રાજ્યપાલ સૈયદ અતા હસનૈને સમ્રાટ ચૌધરીને મુખ્યમંત્રી પદના શપથ લેવડાવ્યા હતા. તેમની સાથે જેડીયુ (JDU) ના વરિષ્ઠ નેતા વિજય ચૌધરી અને બિજેન્દ્ર પ્રસાદ યાદવે નાયબ મુખ્યમંત્રી (ડેપ્યુટી CM) તરીકે શપથ ગ્રહણ કર્યા છે.
#WATCH Patna, Bihar: Janata Dal (United) leader Vijay Kumar Choudhary takes oath as Deputy CM of Bihar pic.twitter.com/wBV84aW3pE
— ANI (@ANI) April 15, 2026
- સમ્રાટ ચૌધરી: બિહારના નવા મુખ્યમંત્રી અને ભાજપનો ચહેરો.
- વિજય ચૌધરી: નીતીશ કુમારના વિશ્વાસુ અને પૂર્વ બેન્કર, જેઓ 21 વર્ષથી જેડીયુ સાથે જોડાયેલા છે.
- બિજેન્દ્ર પ્રસાદ યાદવ: જેડીયુના સૌથી વરિષ્ઠ મંત્રી, જેઓ છેલ્લા ૩૫ વર્ષથી ચૂંટણી હાર્યા નથી.
#WATCH Patna, Bihar: Janata Dal (United) leader Bijendra Prasad Yadav takes oath as Deputy CM of Bihar pic.twitter.com/OhgshLUgbW
— ANI (@ANI) April 15, 2026
દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હતા
આ શપથગ્રહણ સમારોહમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા, ભીખુભાઈ દલસાણીયા અને પ્રદેશ અધ્યક્ષ સંજય સરાવગી સહિત અનેક મોટા ગજાના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. પૂર્વ મુખ્યમંત્રી નીતીશ કુમાર અને એલજેપી (રામવિલાસ) ના પ્રમુખ ચિરાગ પાસવાન પણ આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બન્યા હતા.
સમર્થકોમાં ઉત્સાહ જોવા મળ્યો
મુખ્યમંત્રી પદના શપથ લેતા પહેલા સમ્રાટ ચૌધરી પટનાના રાજવંશી નગર સ્થિત પંચરૂપી હનુમાન મંદિરે દર્શન કરવા ગયા હતા. બીજી તરફ, લોકભવનની બહાર તેમના સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને ‘બુલડોઝર બાબા ઝિંદાબાદ’ ના નારા પણ લાગ્યા હતા. આ પ્રસંગે સમ્રાટ ચૌધરીના પિતા અને દિગ્ગજ નેતા શકુની ચૌધરી પણ પરિવાર સાથે હાજર રહ્યા હતા.
