SIR Application Form: મતદાતા યાદી એટલે કે વોટર લીસ્ટમાં સ્પેશિયલ ઈન્ટેન્સીવ રિવિઝન (SIR)ને લઈ તમિલનાડુ અને પશ્ચિમ બંગાળ રાજ્ય સરકારોના ભારે વિરોધ છતાં અન્ય રાજ્યોની તુલનામાં આગળ છે.
સ્થિતિ એવી છે કે પશ્ચિમ બંગાળમાં અત્યાર સુધમાં જ્યાં 88 ટકા અને તમિલનાડુમાં 7 ટકાથી વધારે SIR માટેના ફોર્મની વહેચણી થઈ ચુકી છે.
જ્યારે ઉત્તર પ્રદેશમાં અત્યાર સુધીમાં 69 ટકા અને મધ્ય પ્રદેશમાં 53 ટકા ફોર્મની વહેચણી થઈ છે. દેશના જે 12 રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં SIRના બીજા તબક્કાની કામગીરી શૂ થઈ છે તે પૈકી સૌથી ધીમી કામગીરી કેરળમાં છે, જ્યારે અત્યાર સુધીમાં 49 ટકા ફોર્મની વહેચણી થઈ છે.
આ ઉપરાંત અંદમાન-નિકોબારમં 89 ટકા, છત્તીસગઢમાં 63, ગુજરાતમાં 88, પુંડુચેરીમાં 93 ટકા, રાજસ્થાનમાં 70 ટકા ફોર્મનું વિતરણ થયું છે. SIR દરમિયાન તમામ વર્તમાન મતદાતાઓન 4 ડિસેમ્બર સુધી આ ફોર્મ ભરવાનું છે, જ્યારે ડ્રાફ્ટ યાદી 9 ડિસેમ્બરે પ્રકાશિત કરવામાં આવશે.
DMK અને TMC SIR પ્રક્રિયાનો વિરોધ કરી રહ્યા છે
અત્રે ઉલ્લેખનીય છે કે તમિલનાડુ અને પશ્ચિમ બંગાળ સરકારો SIR નો વિરોધ કરી રહી છે અને સુપ્રીમ કોર્ટમાં પણ ગયા છે. 4 નવેમ્બરથી શરૂ થયેલા SIR ના બીજા તબક્કાના પ્રગતિ અહેવાલ મુજબ ગોવા અને લક્ષદ્વીપે વસ્તી ગણતરી ફોર્મના વિતરણમાં શ્રેષ્ઠ પરિણામો પ્રાપ્ત કર્યા છે, જેમાં 100% વસ્તી ગણતરી ફોર્મનું વિતરણ કરવામાં આવ્યું છે.
