Weather 27 November, આજનું હવામાન: દિલ્હી, યુપી, પંજાબ, હરિયાણા, રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને બિહારમાં પણ તાપમાન સતત ઘટી રહ્યું છે. હવામાન વિભાગનું કહેવું છે કે ગુરુવારે ઠંડી વધુ વધશે. સવાર અને સાંજના સમયે હળવું ધુમ્મસ પણ જોવા મળી શકે છે. બુધવારે સવારે દિલ્હીમાં 8 ડિગ્રી સેલ્સિયસ પારો નોંધાયો હતો. ઠંડીની સાથે-સાથે દિલ્હીમાં વધતું પ્રદૂષણ પણ લોકોના શ્વાસ માટે સંકટ બની રહ્યું છે.
પર્વતીય વિસ્તારોમાં સતત બરફવર્ષા
જમ્મુ કાશ્મીર, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશ જેવા હિમાલયી રાજ્યોમાં સતત બરફવર્ષા થઈ રહી છે. આના કારણે મેદાની વિસ્તારોમાં પણ ઠંડી વધી શકે છે. બરફવર્ષાની અસરના કારણે રોહતાંગનો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે.
શ્રીનગરમાં માઈનસ 3.9 ડિગ્રી તાપમાન નોંધાયું
જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં કડકડતી ઠંડીની લહેર તેજ થઈ ગઈ છે, જેના કારણે તાપમાન નવા નીચલા સ્તરે પહોંચી ગયું છે. શ્રીનગર શહેરમાં તાપમાન –3.9 ડિગ્રી સેલ્સિયસ રહ્યું, જે આ સિઝનની અત્યાર સુધીની સૌથી ઠંડી રાત હતી. ગુલમર્ગ સહિત ઘાટીના ઊંચાઈવાળા ક્ષેત્રોમાં ઘણી વખત હળવાથી મધ્યમ સ્તરની બરફવર્ષા થઈ છે. જોકે, શ્રીનગર સહિત ઘાટીના નીચલા વિસ્તારોમાં હજી સુધી બરફ પડ્યો નથી.
દિલ્હી-એનસીઆરમાં ઠંડીનો પ્રકોપ
પહાડો પર બરફવર્ષાના કારણે પંજાબ અને હરિયાણામાં પણ પારો ઝડપથી ઘટી રહ્યો છે. ગુરુવારના હવામાનની વાત કરીએ તો નોઇડા, ગાઝિયાબાદ, ગુડગાંવ, ફરીદાબાદ, ગ્રેટર નોઇડા સહિત દિલ્હીમાં આજે પણ રાત અને સાંજ ખૂબ જ ઠંડા રહેવાના છે. હવામાન વિભાગે દિવસ દરમિયાન મહત્તમ તાપમાન 24 થી 26 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાનું પૂર્વાનુમાન (આગાહી) જાહેર કર્યું છે. દિલ્હી-એનસીઆરમાં ભયંકર ઠંડીનું એલર્ટ અને યુપીમાં ગાઢ ધુમ્મસ જોવા મળશે. રાજસ્થાનના 16 જિલ્લામાં પારો 10° સેલ્સિયસથી નીચે પહોંચી ગયો છે.
