OMG News, City Of Gold : કદાચ તમે એલ ડોરાડો (El Dorado) વિશે સાંભળ્યું હશે, જે એક રહસ્ય છે. એલ ડોરાડોનો શાબ્દિક અર્થ છે, 'સોનેરી વ્યક્તિ'. દક્ષિણ અમેરિકાના ગાઢ જંગલોમાં છૂપાયેલું એક કાલ્પનિક શહેર છે, જેણે સદીઓ સુધી લૂંટારુઓને તેમજ રાતોરાત ધનિક બનવાના સપના જોનારા લોકોને પાગલ બનાવીને રાખ્યા છે.
16મી સદીમાં સ્પેનિશ લોકોએ પ્રથમ વાર કોલંબિયાની મુઈસ્કા જનજાતિની પ્રાચીન રિવાજ વિશે સાંભળ્યું હતુ. જેમાં નવા રાજાને ગુઆતાવીટા સરોવરની સોનેરી રેતથી મઢવામાં આવતો હતો. જ્યારે સરોવરમાં સોનાના ઝવેરાત ચઢાવવામાં આવતા હતા. આજ રાજા એલ ડોરાડો બની ગયો.
એવી અફવાઓ ફેલાઈ કે, સમગ્ર શહેર સોનાનું બન્યું છે. આ કહાની એટલી રસપ્રદ હતી કે, સેંકડો અભિયાન હાથ ધરવામાં આવ્યા. સોનાના શહેરને શોધવામાં હજારો લોકો માર્યા ગયા, પરંતુ તે ક્યારેય મળ્યું જ નહીં, આજે પણ તેને પૃથ્વીના સૌથી મોટા વણઉકલ્યા રહસ્ય તરીકે ગણવામાં આવે છે.
સોનાના ખજાનાની કિંમત કેટલી આંકવામાં આવી
એલ ડોરાડોમાં સોનાના ખજાનાની કિંમત આકવી ખૂબ જ મુશ્કેલ છે. ઈતિહાસકારોના જણાવ્યા પ્રમાણે, સ્પેનિસ કોંક્વિસ્ટાડોર ફ્રાન્સિસ્કો દે ઓરેલાના અને ગોંસાલો પિસારોએ 1541માં એમેઝોનનો ખતરનાક પ્રવાસ શરૂ કર્યો. તેઓ મહિનાઓ સુધી કિચડ, રોગ અને આદિવાસીઓના હુમલાઓનો સામનો કર્યો, પરંતુ તેમને સોનાનું શહેર ના મળ્યું. જે બાદ જર્મન રિચર્સર ફિલિપ ફૉન હુટેન અને બ્રિટિશ સર વોલ્ટર રેલેએ પણ પ્રયાસ કરી જોયો. રેલેએ તો ઈંગ્લેન્ડની મહારાણીને પત્ર લખ્યો કે, તેમણે એલ ડોરાડો જોઈ લીધો છે, પરંતુ તેઓ ખાલી હાથે જ પરત ફર્યા.
170 વર્ષ સુધી કશું જ હાથ ના લાગ્યું
ઈ.સ. 1580 થી 1750 સુધી સ્પેન, પોર્ટુગલ, બ્રિટન, જર્મની સહિતના દેશોએ અઢળક ખર્ચો કર્યો, પરંતુ તેમના હાથમાં માત્ર મોત અને નિરાશા સિવાય કશું જ ના લાગ્યું. 1545માં ગુઆતાવીટા સરોવરને ખાલી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો અને ડોલની મદદથી પાણી નીકાળવામાં આવ્યું. જેમાંથી માત્ર સોનાના કેટલાક ટૂકડા જ મળ્યા, પરંતુ કંઈ શહેર જેવું નહતુ.
આધુનિક આર્કિયોલૉજીએ સાબિત કરી દીધું છે કે, એલ ડોરાડો કોઈ શહેર નથી, પરંતુ મુઈસ્કા સંસ્કૃતિની સોનાની કારીગરીનું એક રુપ માત્ર હતુ. કોલંબિયાના મ્યૂઝિયો ડેલ ઓરોમાં હજારો સોનાના આભૂષણો સાચવીને રાખવામાં આવ્યા છે. એવું કહેવાય છે કે, મુઈસ્કા લોકો સોનાને ધન નહી પરંતુ પવિત્ર માનતા હતા.
1969માં ગુઆતાવીટા સરોવરના તળિયેથી 'લિટિલ ગોલ્ડન બોટ' મળી, જે આ પરંપરાનો પુરાવો છે. આમ છતાં 21મી સદીમાં સેટેલાઈટ ઈમેજરી અને ટેક્નિકથી એમેઝોનમાં પ્રાચીન શહેરના અવશેષો મળી આવ્યા છે. જેમ કે 2022માં કુખો શહેર શોધવામાં આવ્યુ, જ્યાં સોનાની કોઈ કમી નહતા.
વૈજ્ઞાનિકો પણ માને છે કે, જંગલ સેંકડો સોનાના શહેરને ગળી ગયું છે. જો કે કોઈએક એલ ડોરાડો કદાચ ક્યારેય હતુ જ નહીં. આમ છતાં રહસ્ય જીવિત છે.
2001માં ઈટાલિયન રિસર્ચર રોબર્ડ ગ્યૂડોએ દાવો કર્યો હતો કે, બોલીવિયાના જંગલોમાં તેમને સોનાની દીવાલો મળી આવી છે. 2019માં કોલંબિયન નેવીએ ગાલેન સંતા મારિયા જહાજનો કાટમાળ શોધી કાઢ્યો, જેમાં 17 બિલિયન ડોલરનું સોનું ડૂબ્યું છે. એવું માનવામાં આવે છે કે, આજ એક એલ ડોરાડોનો ખજાનો છે.
એમેઝોનમાં દર વર્ષે ગેરકાયેદસર ખનન કરનારા હજારો લોકો મોતને ભેટી રહ્યા છે, કારણ કે તેમને એવું લાગે છે કે, બસ થોડું વધારે અંદર જવાથી તેમને સોનાન વહેતી નદી મળી જશે. નેટફ્લિક્સ ડૉક્યુમેન્ટરીથી માંડીને હૉલિવૂડ ફિલ્મો સુધી એલ ડોરાડો આજે પણ કમાણીનું માધ્યમ છે.
