Gold Prices Crash: છેલ્લા કેટલાક સમયથી સોનાની કિંમતોમાં મોટી ઉથલ-પાથલ જોવા મળી રહી છે. ગત જાન્યુઆરી મહિનામાં 10 ગ્રામ સોનાનો ભાવ 1.80 લાખ સુધી પહોંચી ગયો હતો. જો કે ફેબ્રુઆરીના અંતમાં ઈરાન યુદ્ધને પગલે ઉભા થયેલા મિડલ ઈસ્ટમાં તણાવના કારણે સોનાના ભાવ ઘટ્યા જરૂર છે, પરંતુ હજુ પણ તે મધ્યમ વર્ગની પહોંચની બહાર જ છે.
જો આજની વાત કરીએ તો, આજે સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ રૂ.1.53 લાખની આસપાસ બોલાઈ રહ્યો છે. એકતરફ સોનાના ભાવ જોઈને ભારતનો એક વર્ગ તેને ખરીદવાનું પણ વિચારી નથી શકતો, બીજી તરફ એક દેશ એવો પણ છે, જ્યાં માત્ર 100-200 રૂપિયામાં સોનું વેચાઈ રહ્યું છે. ભારતના હિસાબ પ્રમાણે જોઈએ તો, દૂધ અને ઈંડા કરતાં પણ સસ્તુ સોનું મળી રહ્યું છે.
તમને જાણીને નવાઈ લાગતી હોય, પરંતુ આ હકીકત છે. હકીકતમાં વેનેઝુએલા પાસે વિશ્વનો સૌથી મોટો તેલ ભંડાર છે. 303 બિલિયન બેરેલ ક્રૂડ ઑઈલથી છલોછલ વેનેઝુએલા હાલ ભારે મોંઘવારીનો સામનો કરી રહ્યું છે. વેનેઝુએલામાં ખાણી-પીણીની વસ્તુઓના ભાવ આસમાને પહોંચી ચૂક્યા છે, જ્યારે સોનું એકદમ સસ્તુ વેચાઈ રહ્યું છે.
આ 2026ના વર્ષમાં વેનેઝુએલામાં 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ ગ્રામ 100 થી 200 રૂપિયાની આસપાસ બોલાઈ રહ્યો છે. વેનેઝુએલામાં 1 ગ્રામ ગોલ્ડની કિંમત 670.53 વેનેઝુએલાઈ બોલિવર (વેનેઝુએલાની કરન્સી) ચાલી રહ્યો છે.
હવે આ ભાવ પ્રમાણે જોઈએ તો, ત્યાં તમે ભારતના 1100 થી 1200 રૂપિયામાં 10 ગ્રામ સોનું ખરીદી શકો છે. વેનેઝુએલામાં 1 લીટર દૂધનો ભાવ 175 રૂપિયા, બ્રેડનું એક પેકેટ 170 રૂપિયામાં વેચાઈ રહ્યું છે. જ્યારે એક ડઝન ઈંડાનો ભાવ 233 રૂપિયા બોલાઈ રહ્યો છે.
વેનેઝુએલાની કરન્સીનું મૂલ્ય સતત નબળું પડી રહ્યું છે, જેના કારણે ત્યાં સૌથી સસ્તુ સોનું મળી રહ્યું છે. આ સ્થિતિ દેશની અર્થતંત્રને પણ દિવસે-દિવસે કંગાળ કરી રહી છે.
ભલે વેનેઝુએલા પાસે વિશ્વનો સૌથી મોટો તેલ ભંડાર હોય, પરંતુ ભ્રષ્ટાચાર અને ખોટી નીતિઓના પગલે દેશ આર્થિક સંકટમાં સપડાઈ ગયો છે. ક્રૂડનો ભંડાર છતાં મોંઘવારી ઝડપથી વધી રહી છે. વેનેઝૂએલાના પૂર્વ રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોએ પોતાના કાર્યકાળમાં 113 મેટ્રિક ટન સોનું સ્વીઝરલેન્ડ મોકલી દીધુ હતુ. અત્યારે આ દેશમાં 40 લાખ ટન સોનાના ભંડાર હોવાનો અંદાજ છે. દેશના કલાઓ ગામમાં આવેલી સોનાની ખાણ તેમાં સૌથી ખાસ છે.
તમે પણ વિદેશમાંથી સોનું ખરીદીને ભારતમાં લાવી શકો છો. જો કે તે માટે તમારે જરૂરી કસ્ટમ ડ્યૂટી સહિતના નિયમોનું પાલન કરવું આવશ્યક છે. કસ્ટમ ડ્યૂટી ચૂકવીને તમે વેનેઝુએલાથી નિર્ધારિત સોનું ખરીદીને લાવી શકો છો. જો કે કેટલાક નિયમોમાં શરતોને આધિન ડ્યૂટી ફ્રી ગોલ્ડ લાવવાની છૂટ પણ મળે છે. જેમાં મહિલા મુસાફર કસ્ટમ ડ્યૂટી વિના 40 ગ્રામ અને પુરુષ મુસાફર 20 ગ્રામ સોનું લાવી શકે છે.
