AI Minister Diella: અલ્બાનિયા દુનિયાનો એકમાત્ર એવો દેશ છે, જેણે સત્તાવાર રીતે પોતાની કેબિનેટમાં એક નૉન હ્યુમન મંત્રીને સ્થાન આપ્યું છે. આ નૉન હ્યુમન મંત્રી સંપૂર્ણપણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) બેઝ્ડ છે, જેનું નામ ડિએલા રાખવામાં આવ્યું છે.
મંત્રીમંડળમાં ડિએલાની નિમણૂંકે જે-તે સમયે ખૂબ જ ચર્ચા જગાવી હતી, પરંતુ હવે એવા સમાચાર સામે આવ્યા છે કે, ડિએલા પ્રેગ્નેન્ટ પણ થઈ ગઈ છે. એવું કહેવાય છે કે, AI ડિએલા એકસાથે 83 બાળકોને જન્મ આપશે.
આ મામલે અલ્બાનિયાના પ્રધાનમંત્રી એડી રામાએ માહિતી આપી છે. જે સાંભળીને તમને આશ્ચર્ય થશે કે, આખરે AIથી બનેલી મંત્રી પ્રેગ્નેન્ટ કેવી રીતે થઈ ગઈ. આટલું જ નહીં, તે એકસાથે 83 બાળકોને જન્મ કેવી રીતે આપી શકે છે?
હકીકતમાં અલ્બાનિયાની સરકાર દરેક સાંસદ માટે AI આસિસ્ટન્ટ બનાવવા અંગે વિચાર કરી રહી છે. જેને સરકારે ડિએલાના પ્રેગ્નેન્ટ થવા અને 83 બાળકોને જન્મ આપવા સાથે સાંકળીને રજૂ કર્યું છે.
બર્લિનમાં ગ્લોબલ ડાયલૉગ માં અલ્બાનિયાના પ્રધાનમંત્રીએ જણાવ્યું કે, અમે ડિએલા સાથે એક મોટું જોખમ ખેડ્યું છે અને તેમાં સફળ રહ્યા. ડિએલા પ્રેગ્નેન્ટ છે અને તેના પેટમાં 83 બાળકો છો.
આ બાળકો અર્થાત સાંસદના AI આસિસ્ટન્ટ ગૃહમાં થતી દરેક ઘટનાને રેકોર્ડ કરશે. આટલું જ નહીં, સાંસદો દ્વારા છૂટી ગયેલા કાર્યક્રમો તેમજ વાટાઘાટો વિશે પણ જાણકારી આપશે. દરેક બાળક સાંસદો માટે આસિસ્ટન્ટ તરીકે કામ કરશે અને તેમને જરૂરી સૂચન પણ કરશે.
વધુમાં પ્રધાનમંત્રી એડી રામાએ જણાવ્યું કે, એવું ધારો કે તમે કૉફી પીવા ગયા અને કામ પર જવાનું ભૂલી ગયા, તો આ બાળકો એજ કહેશે, જે ગૃહમાં તે દરમિયાન કહેવામાં આવ્યું હતુ. આ AI બાળકો જ બતાવશે કે, સાંસદોને ક્યારે-કોની પર કાઉન્ટર એટેક કરવો છે
જણાવી દઈએ કે, AI આધારિત તૈયાર કરવામાં આવેલ આ મંત્રીને પારંપારિક અલ્બાનિયાઈ પોષાકમાં એક મહિલા તરીકે દર્શાવવામાં આવી છે. જેને સરકારી ભંડોળ પ્રોજેક્ટ્સ અને જાહેર ટેન્ડરોમાં ભ્રષ્ટાચાર અટકાવવાની જવાબદારી સોંપવામાં આવી છે.
