OMG News: હરિયાણાના ઝજ્જર જિલ્લાના સાસરૌલી ગામમાં રહેતા અને પ્રયાગરાજ સ્થિત મહાકુંભના મેળા દ્વારા લોકપ્રિય થયેલા IIT બાબા અભયસિંહે લગ્ન કરી લીધા છે.ગત 15 ફેબ્રુઆરીએ શિવરાત્રીના શુભ અવસર પર બાબાએ લગ્ન કર્યાં હતા, જે બાદ 19 ફેબ્રુઆરીએ કોર્ટ મેરેજ પણ કર્યાં હતા. લગ્નગ્રંથિથી જોડાયા બાદ આજે બાબા પોતાના પૈતૃક ગામ પહોંચ્યા હતા.
IIT બાબા અભયસિંહે હિમાચલના અધંજર મંદિરમાં લગ્ન કર્યાં છે અને હાલ તેઓ પત્ની સાથે હિમાલચલના ધર્મશાલામાં રહે છે. જ્યારે તેમની પત્ની પ્રતિકા મૂળ કર્ણાટકની વતની છે અને તે પણ વ્યવસાયે એન્જિનિયર છે.
ઘરે પહોંચતા જ IIT બાબા અભયસિંહની પત્નીનું સનાતન પરંપરા પ્રમાણે સ્વાગત કરવામાં આવ્યું હતુ. આ દરમિયાન તેમણે માથા પર કળશ લઈને ગૃહ પ્રવેશ કર્યો. જે બાદ બન્ને જણાએ પગલાં પાડવાના રિવાજને સંપન્ન કર્યો હતો. બાબાની માતાએ પુત્રવધુને તિલક લગાવી મીઠાઈ ખવડાવવા સાથે આરતી પણ ઉતારી હતી.

અત્યારે બન્ને ઘરે છે, જ્યાં તેમને મળવા માટે લોકો મોટી સંખ્યામાં મળવા પહોંચી રહ્યા છે. બાબા સાથે સેલ્ફી લેવા અને તેમની સાથે વાતચીત કરવા માટે લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

જણાવી દઈએ કે, અભયસિંહ પૂર્વ એરોસ્પેસ એન્જિનિયર છે, જેઓ હવે સાધુ બની ગયા છે. IIT બૉમ્બેમાંથી ગ્રેજ્યુએટ થયા બાદ અભયસિંહે આત્મજ્ઞાન અને આંતરિક શાંતિની શોધ માટે પોતાની સફળ કરિયરનો ત્યાગ કર્યો હતો. અભયસિંહે લખેલ 195 પાનાનું પુસ્તક 'અ બ્યૂટીફૂલ પ્લેસ ટૂ ગેટ લાસ્ટ' પણ ખૂબ જ ટ્રેન્ડિંગમાં રહ્યું હતુ.
