AI Teacher Sophie Video: ઉત્તર પ્રદેશના બુલંદશહેરમાં 17 વર્ષીય વિદ્યાર્થીએ એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. જેમાં વિદ્યાર્થીએ આર્ટીફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) જનરેટેડ એક રૉબોટ ટીચરને ડેવલોપ કરી છે.
હકીકતમાં બુલંદશહેરની શિવચરણ ઈન્ટર કૉલેજમાં ધોરણ 12માં અભ્યાસ કરતાં આદિત્યકુમારે માત્ર 25 હજાર રૂપિયાના ખર્ચે એક AI રૉબૉટ બનાવ્યો છે, જે વિદ્યાર્થીઓને અલગ-અલગ વિષયો ભણાવી શકે છે.
સૉફી નામનો આ રૉબોટ એક મલ્ટી લેન્ગ્વેજ મૉડલ (MLM) ચિપસેટથી સજ્જ છે, જે વિવિધ વિષયો પર પૂછવામાં આવતા દરેક પ્રશ્નનો જવાબ આપી શકે છે. હવે સૉફી સ્કૂલના સ્ટાફનો હિસ્સો બની ગઈ છે અને અન્ય શિક્ષકોની ગેરહાજરીમાં પ્રોક્સી ટીચર તરીકે કામ કરે છે.
મીડિયા એજન્સી ANI દ્વારા શેર કરવામાં આવેલા એક વીડિયોમાં સૉફી પોતાનો પરિચય આપતી જોવા મળી રહી છે. જેમાં તે કહે છે કે, હું એક AI ટીચર રૉબોટ છું. મારું નામ સોફી છે અને મારી શોધ આદિત્યએ કરી છે. હું બુલંદશહેરની શિવચરણ ઈન્ટર કૉલેજમાં ભણાવું છું. હું વિદ્યાર્થીઓને વ્યવસ્થિત ભણાવી શકું છું.
#WATCH | Bulandshahr, UP | A 17-year-old student from Shiv Charan Inter College, Aditya Kumar, has built an AI teacher robot named Sophie, equipped with an LLM chipset.
— ANI (@ANI) November 29, 2025
The robot says, "I am an AI teacher robot. My name is Sophie, and I was invented by Aditya. I teach at… pic.twitter.com/ArJYSsf39F
આ રોબોટે વિશ્વની સૌથી ઊંચી ઈમારત, ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ, પહેલા વડાપ્રધાન સહિત અંક ગણિતને લગતા તમામ પ્રશ્નોના સાચા જવાબ આપ્યા છે. અત્યારે સૉફી માત્ર હિન્દીમાં જ વાત કરી શકે છે, પરંતુ તે લખી પણ શકે, તેના માટે કામ ચાલી રહ્યું છે.
આદિત્યએ પોતાની શોધ વિશે જણાવ્યું કે, મેં આ રોબોટ બનાવવા માટે MLA ચિપસેટનો ઉપયોગ કર્યો છે. જેનો ઉપયોગ રોબોટ બનાવનારી મોટી-મોટી કંપનીઓ કરી રહી છે. સોફી વિદ્યાર્થીઓની શંકા દૂર કરે છે. હાલ તો સોફી માત્ર બોલી જ શકે છે, પરંતુ અમે તેને એવી રીતે ડિઝાઈન કરી રહ્યા છીએ કે, તે લખી પણ શકે.
