VIDEO VIRAL: વરસાદી આફત વચ્ચે વધુ એક ખતરો, પૂરના પાણીમાં સેંકડો ઝેરીલા સાપ તરતા દેખાતા લોકોમાં દહેશત; જોતા જ કંપારી છૂટી જશે

પૂરના પાણી સ્નેક બ્રીડિંગ ફાર્મમાં ફરી વળ્યા હતા. વરસાદી પાણીએ સ્નેક બ્રીડિંગ ફાર્મને તહસ-નહસ કરી નાંખ્યું હતુ અને ફાર્મમાં પાળેલા 900 જેટલા સાપ તણાવા લાગ્યા હતા.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Thu, 09 Jul 2026 12:00 AM (IST)Updated: Thu, 09 Jul 2026 12:00 AM (IST)
china-flood-900-sankes-escaped-frma-snake-farm-video-goes-viral-sparks-panic
HIGHLIGHTS
  • લોકોને કામ સિવાય ઘરની બહાર ના નીકળવા માટે તાકીદ કરાઈ

Flood Video Viral: જુલાઈ મહિનાની શરૂઆતથી જ ગુજરાત સહિત સમગ્ર દેશમાં મેઘરાજા કહેર બનીને તૂટી પડ્યા છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં તો રેકોર્ડ બ્રેક વરસાદ વરસતા પૂરની સ્થિતિ પણ સર્જાઈ છે. હાલ તો વરસાદે વિરામ લીધો છે અને નીચાણવાળા વિસ્તારોમાંથી પાણીના નિકાલ માટેની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. એવામાં સોશિયલ મીડિયામાં પૂરનો એક એવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને તમારા રુંવાડા ઉભા થઈ જશે.


પૂરના પાણીમાં સેંકડો ઝેરીલા સાપ તરતા જોઈને લોકોમાં અફરાતફરી

હકીકતમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલો આ વીડિયો ચીનના ગુઆંગ્શી પ્રાંતના હેંગઝોઉના દેંગવેઈ ગામનો હોવાનું કહેવાય છે. જ્યાં મૂશળધાર વરસાદના કારણે વિનાશક પૂર આવ્યું છે. પૂરના પાણી સ્નેક બ્રીડિંગ ફાર્મમાં ફરી વળ્યા હતા. વરસાદી પાણીએ સ્નેક બ્રીડિંગ ફાર્મને તહસ-નહસ કરી નાંખ્યું હતુ અને ફાર્મમાં પાળેલા 900 જેટલા સાપ તણાવા લાગ્યા હતા.

 

 

લોકોને કામ સિવાય ઘરની બહાર ના નીકળવા માટે તાકીદ કરાઈ

કિંગ કોબ્રા જેવા અનેક ઝેરીલા સાપ પાણીમાં તરતા જોવા મળ્યા હતા. જેના કારણે સમગ્ર વિસ્તારમાં દહેશતનો માહોલ જોવા મળી રહ્યો છે. બીજી તરફ વીડિયો વાયરલ થતાં વહીવટી તંત્ર પણ હરકતમાં આવ્યું છે. હાલ તો સાપને પકડવા માટે ફિશિંગ નેટ સહિતના ઉપકરણો સાથે 10 લોકોની ટીમને તૈનાત કરવામાં આવી છે. આ સાથે જ લોકોને કામ ના હોય, તો ઘરની અંદર જ રહેવાની તાકીદ કરવામાં આવી છે.