VIRAL VIDEO: સ્કૂલમાં જવું દરેક બાળક માટે જરૂરી છે. જો કે ઘણાં બાળકો સ્કૂલ ના જવા માટે અવનવા બહાના બનાવે છે, જેમાં તેમની ક્રિએટિવિટી જોઈને માતા-પિતા પણ ચોંકી જતાં હોય છે. જો કે ઘણીવાર નાના ભૂલકાઓના આ બહાના સાંભળવાની મજા પણ આવી જતી હોય છે. આવો જ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક બાળકી પોતાને સ્કૂલે ના મોકલે તે માટે પિતા સમક્ષ વિચિત્ર બહાનું બનાવે છે. આ સમયે પિતા-પુત્રી વચ્ચેનો મજેદાર સંવાદ સાંભળવાની પણ મજા પડી જશે.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામમાં @sia_3vedi યુઝર્સ દ્વારા પોસ્ટ કરવામાં આવેલ આ વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં એક બાળકીને સ્કૂલે જવા માટે તૈયાર કરવામાં આવી રહી છે. આ સમયે બાળકી કહે છે કે, મારું નાક બંધ થઈ ગયું છે. આથી આજે મને સ્કૂલે ના મોકલશે.
જેના જવાબમાં બાળકીના પિતા કહે છે કે, નાક ભલે બંધ હોય, પરંતુ સ્કૂલ તો ખુલ્લી જ છે. પિતાનો જવાબ સાંભળીને બાળકી પણ અવાચક થઈ જાય છે. જે બાદ બાળકી બોલે છે કે, પપ્પા આવી મજાક ના કરશો. સ્કૂલ તો હંમેશા ખુલ્લી જ હોય છે, પણ મારું નાક બંધ છે. જેથી પિતા કહે છે કે, સ્કૂલ જઈશ, તો ઓટોમેટિક નાક પણ ખુલી જશે.
બાળકી પિતાને પૂછે છે કે, નાક ઓટોમેટિક કેવી રીતે ખુલી જશે? હું રોજ રાતે સૂઈ જાવ છું, તો નાક કેમ નથી ખુલતું. જેથી પિતા જવાબ આપે છે કે, જ્યારે તું સૂતી હોય છે, ત્યારે નાક પણ સૂી જાય છે. આથી નાક બંધ થઈ જાય છે, ખુલ્લુ રહે તો અંદર મચ્છર ઘુસી જાય છે. એટલે સવાર પડતા નાક ફરીથી ખુલી જાય છે. આખરે પિતાને પહોંચી નહીં શકાય તેમ લાગતા બાળકી પૂછે છે કે, નાકને સવાર-સવારના પહોંરમાં ખુલવામાં આળસ કેમ આવે છે?
