Viral Video: સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર દરરોજ અઢળક ફની વીડિયો શેર થતાં રહે છે. જે પૈકી કેટલાક ખૂબ જ વાયરલ થાય છે. ખાસ કરીને લગ્નના, પતિ-પત્નીના, સાસુ-વહુ હોય કે સાસુ-જમાઈ આવા વીડિયો લોકોને ખૂબ જ પસંદ પડે છે, ત્યારે આવો જ એક વીડિયો હાલના દિવસોમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. અત્યાર સુધીમાં 2 કરોડ 70 લાખ લોકો આ વીડિયો જોઈ ચૂક્યા છે.
ઈન્સ્ટાગ્રામ યુઝર્સ @keshavshashivlogs દ્વારા પોતાની વૉલ પર 'પાપા કી ઈન્ટેલિજન્ટ પરી' કેપ્શન સાથે આ વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે, એક વહુ ખેતરમાં જાય છે, ત્યારે સાસુ ચા બનાવતા હોય છે.
પુત્રવધુને જોઈને સાસુ કહે છે કે, આવી ગઈ તું, તો હવે ચાલ તું જ ચા બનાવી દે. ચામાં ખાંડ નાંખવાની બાકી હોવાથી તું નાંખી દે જે, કહીને સાસુ ખેતરમાં અન્ય લોકો પાસે જઈને કામ કરવા લાગે છે.
થોડવાર બાદ પુત્રવધુ બૂમ પાડીને પૂછે છે કે, મમ્મીજી ખાંડ ક્યાં છે? તો સાસુ જવાબ આપતા જણાવે છે કે, ત્યાં પીળી કોથળી પડી છે, તેમાં ખાંડ છે. આથી વહુ નજીકમાં રહેલી યુરિયાની પીળી થેલીમાંથી ખાંડ સમજીને ખાતરને ચામાં નાંખી દે છે.
આટલું જ નહીં, વહુ પ્રેમથી બધાને ચા પીવા માટે પણ આપે છે. સાસુ ચાની ચુસકી મારતા પૂછે છે કે, બેટા ચામા ખાંડ નથી નાંખી. જેથી વહુ કહે છે કે, મેં બે મુઠ્ઠી નાંખી.
થોડીવાર બાદ વહુ પૂછે છે કે, તમે ખાંડને ખેતરમાં કેમ નાંખો છો? ત્યારે લોકોને ખ્યાલ આવે છે કે, વહુએ તો ચામાં ખાંડની જગ્યાએ ખાતર નાંખ્યું છે. આટલેથી ના અટકતા વહુ બોલે છે કે, હું સમજી ગઈ ખેતરમાં ખાંડ નાંખશો તો જ કોબિજ મીઠી ઉગશે. જે સાંભળીને ખેતરમાં ઉપસ્થિત સાસુ સહિત સૌ કોઈના મોંઢા જોવા જેવા થઈ જાય છે.
આ વીડિયો પર લોકો તરેહ-તરેહની કોમેન્ટ કરી રહ્યા છે. એક યુઝર્સે લખ્યું કે, આવી વહુ સૌ કોઈને મળવી જોઈએ, તો કોઈએ લખ્યું કે, આવી વહુ નસીબદાર લોકોને મળે છે. એક યુઝર્સે લખ્યું કે, વહુ સાડી પહેરીને સીધી ચાલી પણ નથી શકતી, તો તે ચા કેવી રીતે બનાવશે? તે તો વિચારો. એક યુઝર્સે કોબિજની તો ખબર નહીં, પરંતુ મમ્મીજી તો ગયા. એક યુઝર્સે લખ્યું કે, માજી તમારી વહુ તો ખૂબ જ ખતરનાક છે, ચામાં યુરિયા નાંખી દીધુ. એકે તો કૉમેન્ટમાં લખ્યું કે, આજે તો વહુ મમ્મીજીને મારીને જ જપશે.
