ઘુંઘટ ઓઢેલી નવોઢા બની રૉકસ્ટાર, હાથમાં ગિટાર પકડી ગાયું 'તેરા મેરા પ્યાર અમર', VIRAL VIDEO જોઈ યુઝર્સ બોલ્યા- 'વહુ તો ટેલેન્ટ ક્વિન લાવ્યા'

પીળી સાડી પહેરેલી નવોઢા હાથમાં ગિટાર પકડી ધૂન સેટ કરે છે, ત્યારે સામે બેઠેલી મહિલા વારંવાર તેનો ઘુંઘટ સરખો કરે છે. જેને જોઈ યુઝર્સ બોલ્યા- નક્કી આ તેની સાસુ જ હોવી જોઈએ.

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Wed 03 Dec 2025 08:37 PM (IST)Updated: Wed 03 Dec 2025 08:37 PM (IST)
ghaziabad-bride-guitar-song-video-viral-on-social-media-649100
HIGHLIGHTS
  • પાછળ બેઠેલા કાકીને પોતાનો ભૂતકાળ યાદ આવી ગયો: યુઝર્સ કૉમેન્ટ

Bride Video Viral: સોશિયલ મીડિયામાં હાલના દિવસોમાં એક નવોઢાના વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. જેમાં ઘૂંઘટ ઓઢેલી નવોઢા પોતાના સાસરિયાઓ સમક્ષ ગિટાર પકડીને ગીત ગાઈ રહી છે. આ વીડિયોની લોકો ભરપુર પ્રશંસા કરી રહ્યા છે.

ઈન્સ્ટાગ્રામ યુઝર્સ @arsh__utkarsh પર નવોઢાના વીડિયો શેર કરવામાં આવ્યા છે. જે ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે, એક પીળી સાડી પહેરેલી નવોઢા હાથમાં ગિટાર પકડીને પહેલા ધૂન સેટ કરી રહી છે.

આ દરમિયાન સામે બેઠેલી મહિલાઓ વારંવાર તેના માથે ઓઢેલ ઘુંઘટને સરખો કરી રહી છે. જેવું મહિલા 'એક દિન આપ હમકો મિલ જાયેંગે..' ગીત ગાવાનું શરૂ કરે છે, તે સાથે જ લોકો ચોંકી જાય છે. અન્ય એક વીડિયોમાં આજ નવોઢા લતા મંગેશકરે ગાયેલું 'તેરા મેરા પ્યાર અમર, ફિર ક્યું મુજકો લગતા હૈ ડર' ગીત સુરમાં ગાઈ રહી છે.

તાન્યાનો ફિલ્મી અંદાજ અને સૂર-તાલ પર અદ્દભૂત પકડ
પ્રાથમિક માહિતી પ્રમાણે, સુર-તાલ સાથે ગાઈ રહેલી નવોઢા તાન્યા છે, જે સહારનપુર સ્થિત કૉલેજમાં પ્રોફેસર છે. તાન્યાના 28 નવેમ્બરના રોજ સરહાનપુરના SDO પર પર તૈનાત આદિત્ય સાથે લગ્ન થયા છે.

લગ્નના બીજા દિવસે એટલે કે 30 નવેમ્બરના રોજ સાસરીમાં મહિલા સંગીતના કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં તાન્યાએ ગિટાર પકડીને પોતાની કલાનો અદ્દભૂત પરિચય કરાવ્યો હતો. આ સમયે એક મહિલાએ તાન્યાનો વીડિયો રેકોર્ડ કર્યો હતો, જે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરતાં વાયરલ થવા લાગ્યો છે.

ઘુંઘટમાં સિક્રેટ સુપર સ્ટાર કે રોક સ્ટાર
તાન્યાનો આ વીડિયો વાયરલ થતાં લોકો તરેહ-તરેહની કૉમેન્ટ કરી રહ્યા છે. એક યુઝર્સે લખ્યું કે, સુંદર અવાજ, રૉક સ્ટાર ગર્લ. એક યુઝર્સે પાછળ બેઠેલી મહિલાને જોઈને કોમેન્ટમાં લખ્યું કે, લાગે છે કાકીને ભૂતકાળ યાદ આવી રહ્યો છે. એક યુઝર્સે લખ્યું કે, ભાઈ લેડી ગાગા લઈને આવ્યો. એક યુઝર્સે લખ્યું કે, વહુ ઘરની શાન જ નથી, પરંતુ ટેલેન્ટ ક્વિન પણ છે.

સામે બેઠેલી મહિલાઓ વારંવાર નવોઢાનો ઘૂંઘટ સરખો કરી રહી છે, તેને લઈને પણ કેટલાક યુઝર્સે સવાલ ઉઠાવ્યા છે. એક યુઝર્સે લખ્યું કે, આના કરતાં ધાબળો જ ઓઢાડી દો.એક યુજર્સે કટાક્ષમાં લખ્યું છે કે, જ્યાં ટેલેન્ટ કરતાં ઘુંઘટનું વધારે મહત્ત્વ હોય. અન્ય એક યુઝર્સે લખ્યું કે, આ નક્કી તેની સાસું જ હશે.