દિલ્હી મેટ્રોમાં એક વ્યક્તિએ સુંદર રીતે ગાયું બજરંગ બલીનું ગીત, વીડિયો થયો વાયરલ

By: Manan VayaEdited By:Manan VayaPublish Date: Mon, 01 Jan 2024 05:04 AM (IST)Updated: Tue, 06 Aug 2024 09:59 AM (IST)
man-singing-bajrangbali-song-aasman-ko-chukar-dekha-in-delhi-metro-video-viral

Viral Video: દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશનની ટ્રેનના કોચની અંદર વીડિયો રેકોર્ડ કરવા સામેની કડક ચેતવણી જાહેર કરવામાં આવી છે. તેમ છતા ઘણા મુસાફરો સતત નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યા છે. તાજેતરમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો એક વીડિયો બે લોકો દિલ્હી મેટ્રોની અંદર એનિમેટેડ ફિલ્મ "રિટર્ન ઑફ હનુમાન" નું ગીત "આસમાન કો છુકર દેખા" ગાતા જોઈ શકાય છે.

26 ડિસેમ્બરના રોજ ઇન્સ્ટાગ્રામ યુઝર અર્જુન ભૌમિક દ્વારા પોસ્ટ કરવામાં આવેલ આ વીડિયો 40.9 મિલિયનથી વધુ વ્યૂઝ અને 70 લાખથી વધુ લાઈક્સ મેળવીને ઈન્ટરનેટ સેન્સેશન બની ગયો છે. વીડિયોમાં બે છોકરાઓની સંગીતની પ્રતિભા દર્શાવવામાં આવી છે, જેમાંથી એક ગિટાર વગાડે છે જ્યારે બીજો ધાર્મિક ગીત ગાઈ રહ્યો છે. જેને લોકો ખૂબ પસંદ કરી રહ્યાં છે.

સોશિયલ મીડિયા યુઝર્સે કોમેન્ટ કરીને બંને છોકરાઓની ટેલેન્ટની પ્રશંસા કરી છે. એક યુઝરે ગાયકની સિંગિંગ ટેલેન્ટ પર કોમેન્ટ કરી, કોઈ માસ્ટરપીસ પર કેમ ધ્યાન નથી આપી રહ્યું ?, જ્યારે બીજાએ લખ્યું, પહેલીવાર કોઈને 'આસમાન કો છુકર દેખા' આટલું સુંદર ગાતા જોયા છે .અદ્ભુત. તમને પ્રેમ મોકલી રહ્યો છું. . ભગવાન તારુ ભલુ કરે.

ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.