VIRAL VIDEO: હિન્દુ ધર્મમાં કરવા ચોથના પર્વનું આગવું મહત્ત્વ છે. હિન્દુ મહિલાઓ પોતાના પતિના દિર્ઘાયુ માટે કરવા ચૌથનું વ્રત રાખે છે. ગત 20 ઑક્ટોબરના રોજ કરવા ચોથનું વ્રત ઉજવવામાં આવ્યું હતુ. જેમાં મહિલાઓ આખા દિવસના ઉપવાસ બાદ રાતે ચંદ્રની પૂજા કર્યા બાદ પતિના હાથેથી પાણી પીને પોતાનું વ્રત ખોલતી હોય છે.
આ અવસરે પતિ-પત્ની પોતાની તસવીરો અને ફોટા શૂટ કરીને સોશિયલ મીડિયામાં શેર પણ કરતા હોય છે. જો કે છેલ્લા કેટલાક વર્ષોથી પતિ પણ પોતાની પત્નીઓ માટે કરવા ચોથનું વ્રત કરવા લાગ્યા છે. એવામાં આ વર્ષે એક વૃદ્ધે એડલ્ટ ફિલ્મોમાં કામ કરનાર મિયા ખલિયા માટે કરવા ચોથનું વ્રત ઉજવ્યું હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા વીડિયોમાં એક વૃદ્ધ વ્યક્તિ હાથમાં ચાળણી અને કરવા ચોથની પૂજા માટેની થાળી લઈને જોવા મળી રહ્યો છે. આ વૃદ્ધ ધાબા પર ઉભા રહીને ચાળણીની મદદથી સૌ પ્રથમ ચંદ્રના દર્શન કરે છે, જે બાદ દિવાલ પર ટીંગાળેલી મિયા ખલિફાની તસ્વીરને ચાળણીમાંથી જુએ છે.
'ચાંદ કો દેખું વ્રત મેં તોડું..!'- કરવા ચોથ પર હાથમાં ચાળણી લઈને પત્નીના સ્ટંટથી પતિનો પરસેવો છૂટ્યો, VIRAL VIDEO જોઈ યુઝર્સ બોલ્યા- ' હે પ્રભુ, મર્દ જાત ખતરામાં'
આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં જ લોકો તરેહ-તરેહની પ્રતિક્રિયા આપી રહ્યા છે. કેટલાક યુઝર્સ વાંધો ઉઠાવતા કૉમેન્ટ કરી રહ્યા છે કે, કરવા ચોથનું વ્રત પતિ-પત્નીના નિસ્વાર્થ પ્રેમનું પ્રતીક છે. જેની આ રીતે મજાક ના ઉડાવવી જોઈએ.
"करवाचौथ की हार्दिक बधाई एवं शुभकामनाएं"#KarwaChauth #करवा_चौथ pic.twitter.com/wmn6CBOQTE
— गुरु जी (@guru_ji_ayodhya) October 20, 2024
અત્યાર સુધીમાં 10.5 હજારથી વધુ લોકો આ વીડિયો જોઈ ચૂક્યા છે. વીડિયો પર કૉમેન્ટ કરતાં એક યુઝર્સે લખ્યું કે, કાકાએ સમય બદલી દીધો. અન્ય એક યુઝર્સે લખ્યું કે, કાકાએ સારું જ કર્યું. પોતાને પસંદ વ્યક્તિના લાંબા આયુષ્ય માટે પૂજા કરવામાં ખોટું શું છે. જ્યારે એક યુઝર્સે કૉમેન્ટમાં લખ્યું છે કે, કાકા, તમે તો હદ કરી દીધી.
