VIRAL VIDEO: બિહારના નાલંદા જિલ્લામાં એક વીડિયોની સિરીઝ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહી છે. જેમાં એક સગીર મુખ્ય રસ્તા પર સ્ટંટ કરીને સ્કૂલની વિદ્યાર્થિનીઓને ડરાવતો જોવા મળી રહ્યો છે. આ વીડિયો વાયરલ થતાં હરકતમાં આવેલ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર યુઝર્સ @Nalanda_index દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોમાં જોઈ શકાય છે કે, એક સગીર ધોળા દિવસે રોડની વચ્ચોવચ્ચ કૂદકા મારી રહ્યો છે. ટ્રાફિક વચ્ચે જોખમી રીતે કરતબ કરતા-કરતા તે જાણી જોઈને સ્કૂલની વિદ્યાર્થિનીઓને ડરાવી રહ્યો છે. આ વીડિયો વાયરલ થતાં સ્થાનિક વાલીઓ ચિંતિત બન્યા છે, જ્યારે વિદ્યાર્થિનીઓ પણ ડરવા લાગી છે.
— The Nalanda Index (@Nalanda_index) October 22, 2025
આ સિરીઝના અન્ય એક વીડિયોમાં ફનફેર જેવી જગ્યા જોવા મળી રહી છે. જેમાં પણ આ યુવક હવામાં ગુલાંટ ખાતા-ખાતા આગળ જતી એક યુવતીના માથા પર પટકાય છે. આ વીડિયોના કેપ્શનમાં લખવામાં આવ્યું છે.
आप वीडियो में जिस रीलबाज को देख रहे हैं वह बिहार शरीफ का रहने वाला है और इसके इंस्टाग्राम का नाम srijan flipper हैं। इसका काम लड़कियों के सामने स्टंट मारना और उनको परेशान करना और अश्लील गाने बजाना है। सुभाष पार्क नालंदा खंडहर राजगीर फिटनेस पार्क इसका मुख्य अड्डा है। बिहार पुलिस… pic.twitter.com/cTTAcNY4rh
— The Nalanda Index (@Nalanda_index) October 22, 2025
આ વીડિયો બિહાર શરીફના ઈન્સ્ટાગ્રામ યુઝર્સ srijan flipper નો છે. જેનું કામ યુવતીઓ સામે સ્ટંટ કરીને તેમને પરેશાન કરવી અને અશ્લિલ ગીતો વગાડવાનું છે. સુભાષપાર્ક, નાલંદા ખંડેર, રાજગીર ફિટનેસ પાર્ક તેના મુખ્ય અડ્ડાઓ છે. બિહાર પોલીસને વિનંતી છે કે, આવા તત્વો સામે કડક પગલાં લેવામાં આવે.
બીજી તરફ આ વીડિયો વાયરલ થતાં નાલંદા જિલ્લા વહીવટી તંત્ર હરકતમાં આવ્યું છે. આ મામલે પોલીસ વિભાગ દ્વારા તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે.
