UpdatedIST

બ્યુટી પાર્લરમાં દુલ્હનના ટ્રાન્સ્ફોર્મેશનનો મજેદાર VIDEO VIRAL, મેકઑવર જોઈ યુઝર્સ બોલ્યા- 'અરે જૂની ટ્રકને નવી મર્સીડિઝ બનાવી દીધી'

મેકઅપ બાદ દુલ્હનનો સમગ્ર લુક એવો તો બદલાઈ ગયો કે, ખુદ વરરાજા પણ ઓળખવામાં થાપ ખાઈ જાય.

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Sun 08 Feb 2026 05:45 PM (IST)Updated: Sun 08 Feb 2026 05:45 PM (IST)
viral-bridal-makeover-video-leaves-internet-shocked-old-truck-turned-into-mercedes-says-users-688239
HIGHLIGHTS
  • મેકઅપ આગળ એક્સપર્ટ તબીબોની પ્લાસ્ટિક સર્જરી પણ ફેઈલ
  • બ્યૂટી પાર્લરના લોકો ભગવાનથી તો ડરો, છોકરાઓ સાથે કાયમ દગોઃ યુઝર્સ કોમેન્ટ

Bridal Makeover Video Viral: સોશિયલ મીડિયા એક એવું પ્લેટફોર્મ છે, જ્યાં દરરોજ કંઈકને કંઈક મજેદાર વીડિયો અને ફની ફોટો પોસ્ટ થતાં રહે છે. જે પૈકી કેટલાક એટલા યુનિક હોય છે કે, સૌ કોઈનું પહેલી નજરમાં જ ધ્યાન જાય છે અને જોતજોતામાં તે વાયરલ થવા લાગે છે.

એવામાં હાલ ગુજરાત સહિત સમગ્ર દેશભરમાં લગ્નગાળાની સિઝન જામી છે, ત્યારે લગ્ન પ્રસંગમાં મિત્રોની મજાક મસ્તી, દુલ્હા-દુલ્હનની એન્ટ્રી, ડીજે પર ડાન્સ જેવા અઢળક વીડિયો વાયરલ થઈ રહ્યા છે. એવામાં એક એવો વીડિયો સામે આવ્યો છે, જેને જોઈને તમે ચોંકી પણ જશો અને હસી પણ પડશો. હકીકતમાં આ વીડિયો બ્યૂટી પાર્લર સાથે સંકળાયેલો છે.

આ બ્યૂટી પાર્લર વાળાઓને તો ભગવાન પણ માફ નહીં કરે
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X યુઝર્સ @Dineshdhkd દ્વારા પોસ્ટ કરવામાં આવેલો આ વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક દુલ્હન બ્યૂટી પાર્લરમાં તૈયાર થઈ રહી છે. જેમાં મેકઅપ વિના દુલ્હનનો લુક અને મેકઅપ થયા બાદ દુલ્હનના લુકમાં જમીન-આસમાનનો ફરક સ્પષ્ટ જોઈ શકાય છે. એકવાર મેકઅપ થઈ ગયા બાદ દુલ્હનને ઓળખવામાં ખુદ વરરાજા થાપ ખાઈ જાય તેવો ઘાટ ઘટાયો છે.

આ વીડિયો પોસ્ટ કરવાની સાથે કેપ્શનમાં લખ્યું છે કે, આ બ્યૂટી પાર્લરવાળાઓને તો ભગવાન પણ માફ નહીં કરે. છોકરાઓ સાથે છેતરપિંડી. જ્યારે કોમેન્ટ સેક્શનમાં પણ લોકો મજેદાર રીએક્શન આપી રહ્યા છે. એક યુઝર્સે લખ્યું છે કે, બ્યુટીપાર્લર આગળ પ્લાસ્ટિક સર્જરી કરનારા મોટા-મોટા ડોક્ટરો પણ ફેલ થઈ જાય. એક યુવકે કોમેન્ટમાં લખ્યું છે કે, આ બ્યુટીપાર્લર વાળા હંમેશા છોકરાઓ સાથે દગો જ કરતા રહે છે. જૂના ટ્રકને નવી મર્સિડીઝ બનાવી દીધી. એક યુઝર્સે લખ્યું કે, બ્યૂટી પાર્લર વાળા લોકો ભગવાનથી તો ડરો.