Vivah Movie Real Life VIDEO VIRAL: કેરળમાં એક કપલે હોસ્પિટલના ઈમરજન્સી વોર્ડમાં લગ્ન કર્યાં હોવાનો બનાવ સામે આવ્યો છે. આ અનોખી ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જેણે યુઝર્સને શાહીદ કપૂર અને અમૃતા રાવની બૉલિવૂડ ફિલ્મ 'વિવાહ'ની યાદ અપાવી દીધી છે.
મીડિયા રિપોર્ટ મુજબ, આ અનોખા લગ્ન કોચ્ચીની લેક શાયર હોસ્પિટલમાં લેવાયા હતા. જેમાં અલપુજ્ઝાના કોમ્માડીમાં રહેતી અવનીના શુક્રવારના રોજ બપોરના સમયે ભુંબોલીના શેરોન સાથે થવાના હતા.
જો કે સવારના સમયે અવની બ્રાઈડલ મેકઅપ માટે કુમારકોમ જઈ રહી હતી. જ્યાં રસ્તામાં તેની કાર બેકાબુ બનીને ધડાકાભેર ઝાડ સાથે ભટકાઈ હતી. આ અકસ્માતમાં ઈજાગ્રસ્ત અવનીને તાત્કાલિક સારવાર અર્થે કોટ્ટાયમ મેડિકલ કૉલેજમાં લઈ જવામાં આવી હતી. જો કે કરોડરજ્જૂમાં ગંભીર ઈજા થવાના કારણે સઘર સારવાર અર્થે લેકશૉર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.
બીજી તરફ આ બાબતની જાણ થતાં વરરાજા શેરૉન અને તેનો પરિવાર પણ હોસ્પિટલ દોડી આવ્યો હતો. લગ્નનું શુભ મુહૂર્ત 12:15 થી 12:30 વચ્ચે હતુ. આથી બન્ને પરિવારોએ મુહુર્ત સાચવવા માટે હોસ્પિટલમાં જ લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો. જે બાદ પરિવારજનોએ હોસ્પિટલના તબીબો પાસે મંજૂરી માંગી હતી.
இன்று திருமணம் நடக்க இருந்த நாளில் மணப் பெண்ணிற்கு விபத்து நடந்து விட்டது
— Rajini (@rajini198080) November 21, 2025
அவளுக்கு அவன் கொடுத்த வாக்குறுதி உன்னை தான் மன முடிப்பேன் என்று
அவளுக்கு அவன் சொன்னபடியே மருத்துவ மனையில் தாலி கட்டினான் pic.twitter.com/ONrbolQbG7
હોસ્પિટલ સત્તાધીશોની મંજૂરી મળ્યા બાદ ઈમરજન્સી વોર્ડમાં જ લગ્ન માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હતી. જેના માટે હોસ્પિટલ સ્ટાફ દ્વારા પણ મદદ કરવામાં આવી હતી. આ દરમિયાન પથારીવશ અવનીને વધારે તકલીફ ના પડે, તે માટે શેરોન ખુદ ઈમરજન્સી વોર્ડમાં પૂજાની થાળી લઈને આવ્યો અને લગ્નની વિધિ પતાવી હતી.
