Viral Video: સોશિયલ મીડિયામાં લગ્નના તેમજ પતિ-પત્નીના મજાકિયા અંદાજના અઢળક વીડિયો વાયરલ થતા રહે છે. જેને લોકો પસંદ પણ કરી રહ્યા છે. એવામાં હાલમાં એક વીડિયો જબરદસ્ત વાયરલ થઈ રહ્યો છે, જેણે યુઝર્સને હસાવી હસાવીને લોટપોટ કરી મૂક્યા છે. આ વીડિયોમાં એક કપલ પોતાની સુહાગ રાતે જોવા મળે છે, પરંતુ જે રીતે દુલ્હન વાત કરી રહી છે, તે જોઈને સૌ કોઈને નવાઈ લાગે છે.
'જ્યારે કસ્ટમર કેર વાળી સાથે લગ્ન થાય ત્યારે' કેપ્શન સાથે મૂકવામાં આવેલો આ વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જેમાં જોઈ શકાય છે કે, સુંદર લહેંગા અને ઘૂંઘટમાં સજેલી નવવધૂ, તેના પતિ સાથે પ્રેમભર્યો સંવાદ કરવાને બદલે કસ્ટમર કેરમાં કામ કરતી હોય તેમ વાત કરી રહી છે. જ્યારે પતિ પ્રેમથી ઘૂંઘટ ઉઠાવવા જાય છે, ત્યારે દુલ્હન કહે છે:
"કૃપા કરીને સૌથી પહેલા તમે અમારા નિયમો અને શરતોને ધ્યાનથી સાંભળો. ઘૂંઘટ ઉઠાવવા માટે 'એક' દબાવો, વાત કરવા માટે 'બે' અને મોં દેખાઈ એટલે કે મોંઢું જોવા માટે 'ત્રણ' દબાવો."
પત્નીની આ રીતે વાત કરવાની સ્ટાઈલ જોઈને વરરાજાની હાલત જોવા જેવી થઈ જાય છે. તે મનમાં વિચારે છે કે, શું પરિવારે મારા લગ્ન કોઈ કસ્ટમર કેરવાળી સાથે તો નથી કરાવી દીધાને, મને ક્યાં ફસાવી દીધો.
હદ તો ત્યારે થઈ જ્યારે પતિએ મજાકમાં પૂછી લીધું કે, 'દેવીજી, તમારાથી છૂટકારો મેળવવા માટે શું કરવું?'. જેના જવાબમાં દુલ્હને જે કહ્યું તે સાંભળીને વરરાજાના હોશ ઉડી ગયા. દુલ્હને ગંભીરતાથી જવાબ આપ્યો કે, મારાથી છૂટકારો મેળવવા માટે તમારા એકાઉન્ટમાં પૂરતું બેલેન્સ નથી. સૌથી પહેલા તમે તમારા એકાઉન્ટમાં રૂ. 10 લાખનું રિચાર્જ કરાવો.
આખરે દુલ્હન કસ્ટમર કેર એક્ઝિક્યૂટિવની જેમ વરરાજાને વધુ માહિતી માટે તેના 'મમ્મી-પાપા'નો સંપર્ક કરવાનું કહે છે અને અંતમાં કહે છે, "હમસે શાદી કરને કે લિયે ધન્યવાદ. આપકી રાત કાલી હો"
