Budh Gochar 2026: બુધના કર્કમાં પ્રવેશ સાથે 5 રાશિઓનો ગોલ્ડન ટાઈમ શરૂ, 5 ઓગસ્ટથી જાતકોના જીવનમાં સુખનો સૂરજ ઊગશે

બુધ ગ્રહ 5 ઓગસ્ટે મિથુનમાંથી કર્ક રાશિમાં પ્રવેશ કરશે અને 22 ઓગસ્ટ સુધી ત્યાં રહેશે. આ ગોચર વૃષભ, મિથુન, કન્યા, તુલા અને મકર સહિત 5 રાશિના જાતકો માટે અત્યંત શુભ સાબિત થશે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sun, 02 Aug 2026 04:10 PM (IST)Updated: Sun, 02 Aug 2026 04:10 PM (IST)
budh-gochar-2026-mercury-transit-on-5th-august-lucky-for-these-5-zodiac-sings

Budh Gochar 2026: ગ્રહોના રાજકુમાર ગણાતો બુધ ગ્રહ બુદ્ધિ, તર્ક, સંવાદ અને વ્યાપારનો કારક માનવામાં આવે છે. બુધ ગ્રહનો સબંધ બુદ્ધિ અને સમૃદ્ધિ સાથે હોવાથી જ્યારે પણ તે ગોચર કરે છે, ત્યારે તેની અસર તમામ રાશિના જાતકો ઉપર થાય છે. ભગવાન શિવના પ્રિય એવા પવિત્ર શ્રાવણ મહિનામાં બુધ દેવની ચાલમાં આમૂલ પરિવર્તન જોવા મળવાનું છે.

વૈદિક પંચાગ પ્રમાણે, આગામી 5 ઓગસ્ટના રોજ સાંજે 7:58 કલાકે બુધ ગ્રહ પોતાની સ્વરાશિ મિથુનમાંથી નીકળીને કર્ક રાશિમાં પ્રવેશ કરશે, જેનો સ્વામી ચંદ્ર ગણાય છે. બુધ અને ચંદ્રનો સબંધ જાતકની બુદ્ધિ અને મનના સમન્વય તરીકે જોવામાં આવે છે.

બુધનું ચંદ્રની રાશિમાં ગોચર આવનારી 22 ઓગસ્ટ, 2022 સુધી રહેશે. જ્યોતિષ શાસ્ત્રમાં બુધ અને ચંદ્રનો સ્વભાવ વિરોધાભાસી માનવામાં આવે છે, કારણ કે એક તરફ ચંદ્ર શીતળ છે, તો બીજી તરફ બુધ ચંચળ સ્વભાવ ધરાવે છે.

એવામાં બુદ્ધિ અને તર્કના કારક બુધ ભાવુક્તા અને મનના કારક એવા ચંદ્રની રાશિ કર્કમાં પ્રવેશ કરશે, ત્યારે તેની અત્યંત શુભ અસર 5 રાશિના જાતકો પર સવિશેષ જોવા મળશે. તો ચાલો જાણીએ કંઈ છે આ લકી રાશિ...

 

વૃષભ (Taurus Rashifal)

બુધનું આ ગોચર વૃષભ રાશિના જાતકો માટે પ્રગતિના દ્વાર ખોલી નાંખનારું સાબિત થશે. પરદેશ જવાનો પ્રયત્ન કરી રહેલા લોકોને અવરોધો દૂર થતાની સાથે કામકાજ આગળ વધશે. આકસ્મિક ધનલાભના યોગ બની રહ્યા છે. નોકરીમાં માલિક અથવા ઉપરી અધિકારી આપના કામથી ખુશ રહેશે. સામાજિક ક્ષેત્રે માન-સન્માન વધશે. કોઈ જૂની ઈચ્છા પૂરી થવાથી ખુશી અનુભવશો.


મિથુન (Gemini Rashifal)

બુધ તમારી રાશિમાંથી નીકળીને કર્ક રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે, જે તમારા આત્મવિશ્વાસને બુલંદીઓ પર લઈ જશે. તમારા વર્ષોથી અટકેલા કામો ગતિ પકડશે. નોકરીમાં ટ્રાન્સફરના યોગ બની શકે છે, જે એકંદરે તમારા માટે ફાયદેમંદ નીવડશે. સમાજમાં માન-પ્રતિષ્ઠા વધશે. લાંબા સમયથી કોઈ જગ્યાએ ફસાયેલા પૈસા પરત મળી શકે છે. પરિવારમાં શાંતિ અને ખુશીનું વાતાવરણ રહેશે.

કન્યા (Virgo Rashifal)

બુધ તમારી રાશિનો સ્વામી હોવાથી આ ગોચરથી તમને દરેક ડગલે નસીબનો સાથ મળશે. આ સમયગાળામાં તમે ગમે તેવું અઘરું કામ હાથ પર લેશે, તેમાં તમને ઝળહળતી સફળતા સાંપડશે. રોકાયેલા મહત્ત્વના કામોનો ઉકેલ આવશે. નોકરિયાતોને માન-સન્માન પ્રાપ્ત થાય. પ્રામાણિક્તાથી કામ કરતા રહો, કારણ કે પ્રમોશનના યોગ બની રહ્યા છે.


તુલા (Libra Rashifal)

તમારા સંપર્કોની મદદથી કોઈ મોટી ઉપલબ્ધિ હાંસલ કરી શકો છો. લાંબા સમયની બીમારીમાંથી રાહત મળશે. પુરા પ્લાનિંગ સાથે કામ કરશો, તો સફળતા તમારા કદમ ચુમશે. સરકારી નોકરી કરી રહેલા જાતકોને કોઈ વિશેષ અધિકાર કે જવાબદારી મળી શકે છે. પૈતૃક સંપત્તિના વિવાદોનો સુખદ ઉકેલ આવશે. તમારી વાણી લોકોને પ્રભાવિત કરશે. આવકનો નવો માર્ગ સુઝવાથી આર્થિક સ્થિતિ સદ્ધર બનશે.

મકર (Capricorn Rashifal)

બુધનું ગોચર તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તન લઈને આવી રહ્યું છે. વાહન કે મકાન ખરીદી માટે સારા સંજોગોનું નિર્માણ થાય.વેપારી વર્ગને લેવડ-દેવડના વ્યવહારો સચવાશે. નોકરી માટે ઈન્ટરવ્યૂ આપી રહેલા લોકોને સારું પરિણામ મળી શકે છે. પ્રેમપ્રકરણના કિસ્સામાં નિકટતા અનુભવાય.મનને આનંદ પમાડે તેવો પ્રવાસ થશે. કામકાજના સ્થળે મોટાભાગના કામ કોઈ પણ અવરોધ વિના પૂર્ણ થશે. જૂના સબંધો તાજા થાય.

 

Disclaimer: આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી/સામગ્રી/ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગો / પ્રવચનો / માન્યતાઓ / શાસ્ત્રોમાંથી એકત્રિત કરીને તમારા સુધી લાવવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પ્રસારિત કરવાનો છે, તેના વપરાશકર્તાઓએ તેને માત્ર માહિતી તરીકે લેવી જોઈએ. વધુમાં, વપરાશકર્તા પોતે તેના કોઈપણ ઉપયોગ માટે જવાબદાર રહેશે. ગુજરાતી જાગરણ આની પુષ્ટિ કરતુ નથી. તમારો અભિપ્રાય અમને gujaratijagran@jagrannewmedia.com પર મોકલી શકો છો.