Gajkesari Yog 2026 July 2026: જ્યોતિષ શાસ્ત્રમાં ગ્રહોના ગોચરની તમામ રાશિના જાતકો પર શુભ-અશુભ અસર થતી જ હોય છે. આ સાથે જ અનેક શુભ યોગોનું પણ વર્ણન કરવામાં આવ્યું છે, જે જાતકોના જીવનમાં સુખ-સુવિધા લાવે છે. આવો જ એક યોગ એટલે ગજકેસરી યોગ.
હકીકતમાં આજથી બે દિવસ બાદ 14 જુલાઈ,2026ના રોજ કર્ક રાશિમાં ગજકેસરી યોગનું નિર્માણ થવા જઈ રહ્યું છે, જેને અત્યંત લાભકારી માનવામાં આવે છે. જ્યારે ચંદ્ર અને દેવગુરુ બૃહસ્પતિ એકબીજા સાથે યુતિમાં હોય અથવા એકબીજાથી કેન્દ્ર સ્થાને બિરાજમાન હોય ત્યારે 'ગજકેસરી રાજયોગ'નું નિર્માણ થાય છે.
મન અને સુખનો કારક ગણાતો ચંદ્ર ગ્રહ 16 જુલાઈ સાંજે 7:52 મિનિટ સુધી કર્ક રાશિમાં બિરાજમાન રહેશે. આથી આ દિવસો દરમિયાન સર્જાતો ગજકેસરી રાજયોગ ચાર રાશિના જાતકો માટે અત્યંત ફળદાયી નિવડવાનો છે, તો ચાલો જાણીએ કંઈ છે આ લકી રાશિઓ..
- મેષ (Aries Rashifal): આ રાશિના જાતકો માટે ગજકેસરી યોગ વરદાનરૂપ રહેવાનો છે. આ સમયમાં સમાજમાં તમારી માન-પ્રતિષ્ઠા વધી જશે. આવકના બંધ દ્વાર ખુલે. કાયદાકીય બાબતોમાં ઝડપી ઉકેલ આવશે. નોકરીમાં સ્થિરતા અને બઢતીના પ્રબળ યોગ બની રહ્યા છે. નવી જવાબદારી મળી શકે છે. સંપત્તિ સુખમાં વૃદ્ધિ થાય. લાંબી બીમારીમાંથી બેઠા થઈ શકશો.
- કર્ક (Cancer Rashifal): ગજકેસરી યોગ કર્ક રાશિમાં જ બનતો હોવાથી, જાતકો માટે ભાગ્ય વૃદ્ધિનો સંકેત આપી રહ્યો છે. લાંબા સમયથી કોઈ જગ્યાએ ફસાયેલા નાણાં પરત મળી શકે છે, જેના પરિણામે આર્થિક સ્થિતિ વધારે મજબૂત બનશે. ધંધામાં કોઈ મોટી ડીલ હાથ લાગશે. નોકરી પરિવર્તન માટે અનુકૂળ સમય છે. વિદ્યાર્થીઓ માટે આ સમય ખૂબ જ પ્રભાવશાળી પુરવાર થશે.
- સિંહ (Leo Rashifal): તમારા માટે ગુરુ-ચંદ્રનો ગજકેસરી યોગ આર્થિક દૃષ્ટિએ અત્યંત શુભ ફળ આપનારો સાબિત થશે. ઘરમાં સુખ-શાંતિ વધે. કરિયરમાં પ્રગતિ અને માન-સન્માન મળશે. નવી નોકરી શોધી રહેલા જાતકોને કોઈ સારી જગ્યાએથી ઑફર મળી શકે છે. સંપત્તિ અંગેના પ્રશ્નોનું પોઝિટિવ નિરાકરણ. નિષ્ઠાપૂર્વકનું કાર્ય ફતેહ તરફ દોરી જશે. માનસિક શાંતિ જળવાઈ રહેશે.
- ધન (Sagittarius Rashifal): તમારા જીવનમાં ખુશીઓનો ખજાનો ખુલવા જઈ રહ્યો છે. આકસ્મિક ધનલાભના પ્રબળ યોગ બની રહ્યા છે. રોકાણ કરવાનું વિચારી રહ્યા હોય, તો આ શ્રેષ્ઠ સમય છે. જૂના અટકેલા પૈસા પાછા મળી શકે છે. વેપાર-ધંધામાં સારો નફો રળી શકશો. નોકરીમાં માલિક અથવા ઉપરી અધિકારી આપના કામથી ખુશ રહેશે. નવા મકાન, વાહન કે મિલકત ખરીદવાની ઈચ્છા ફળીભૂત થઈ શકે છે.
Disclaimer: આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી/સામગ્રી/ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગો / પ્રવચનો / માન્યતાઓ / શાસ્ત્રોમાંથી એકત્રિત કરીને તમારા સુધી લાવવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પ્રસારિત કરવાનો છે, તેના વપરાશકર્તાઓએ તેને માત્ર માહિતી તરીકે લેવી જોઈએ. વધુમાં, વપરાશકર્તા પોતે તેના કોઈપણ ઉપયોગ માટે જવાબદાર રહેશે. ગુજરાતી જાગરણ આની પુષ્ટિ કરતુ નથી. તમારો અભિપ્રાય અમને gujaratijagran@jagrannewmedia.com પર મોકલી શકો છો.
