Kedar Yoga 2026: દરેક ગ્રહો સમયાંતરે ગોચર કરીને કેટલાક શુભ-અશુભ યોગ બનાવતા હોય છે, જેની અસર દરેક રાશિના જાતકોના રાશિફળ પર પડે છે. વૈદિક જ્યોતિષમાં અનેક શુભ યોગનું વર્ણન કરવામાં આવ્યું છે, આવો જ એક મહત્વપૂર્ણ યોગ એટલે કેદાર યોગ.
જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યા પ્રમાણે, જ્યારે રાહુ-કેતુને બાદ કરતાં કુંડળીમાં ઉપસ્થિત તમામ ગ્રહો એટલે કે સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, ગુરુ, શુક્ર અને શનિ કુંડળીના ચાર ભાવમાં બિરાજમાન થાય, ત્યારે કેદાર યોગ રચાય છે. જે જાતકોના રાશિફળ માં આ યોગ બને છે, તેમના જીવનમાં અચાનક મોટી સફળતા અને ધનલાભ થવાની સંભાવના રહે છે.
આગામી 9 ઓગસ્ટના રોજ આવો જ એક દુર્લભ કેદાર યોગ બનવા જઈ રહ્યો છે. આ દિવસે સવારના સમયે ચંદ્ર મિથુન રાશિમાં પ્રવેશ કરશે, તે સાથે જ અન્ય 7 ગ્રહો 4 રાશિમાં બિરાજમાન થશે. આ અદભુત ગ્રહ દશાની અસર તમામ રાશિઓ પર પડશે, જેના કારણે અમુક રાશિઓના રાશિફળ માં મોટા સકારાત્મક ફેરફારો જોવા મળશે.
9 ઓગસ્ટે સૂર્ય-બુધ અને ગુરુ કર્ક રાશિમાં રહેશે, જ્યારે મંગળ અને ચંદ્ર મિથુન રાશિમાં, શુક્ર કન્યા રાશિમાં તેમજ શનિ મીન રાશિમાં રહેશે. આમ આ ચાર રાશિઓમાં તમામ 7 ગ્રહો રહેવાના છે. કેદાર યોગને શિવ કૃપાનું પ્રતિક પણ માનવામાં આવે છે. આ કેદાર યોગ આગામી 13 ઓગસ્ટ સુધી રહેશે. આ યોગ બનવાથી કંઈ રાશિના જાતકોને લાભ થશે, તેના પર એક નજર નાંખીએ...
વૃષભ (Taurus Rashifal)
તમારા માટે કેદાર યોગ લાભકારી સિદ્ધ થઈ શકે છે. શિક્ષણ અને કરિયરની દ્રષ્ટિએ આ સમયગાળામાં તમે શાનદાર સફળતા પ્રાપ્ત કરી શકશો. ભોળાનાથની કૃપાથી તમારી બગડેલી બાજી પણ બનવા લાગશે. આકસ્મિક ધનલાભના યોગ બની રહ્યા છે. તમારા કામની કદર થવાથી કામ કરવાનો આનંદ રહે અને આત્મવિશ્વાસ વધશે.
મિથુન (Gemini Rashifal)
આ રાશિના જાતકો માટે કેદાર યોગ શુભ ફળ આપનારો સાબિત થઈ શકે છે. આર્થિક બાબતોને લઈને સારો અવસર પ્રાપ્ત થવાની સંભાવનાછે. તમારી રાશિમાં બનતી મંગળ-ચંદ્રની યુતિથી બનતા મહાલક્ષ્મી યોગને પગલે વર્ષોથી કોઈ જગ્યાએ ફસાયેલા નાણાં પરત મળી શકે છે. જે લોકો લાંબા સમયથી સારી નોકરી શોધી રહ્યા છે, તેમની તલાસનો અંત આવશે. અઘરાં કામ સરળ બનશે
કુંભ (Aquarius Rashifal)
કેદાર યોગના કારણે તમારી મનની ઈચ્છા ફળીભૂત થઈ શકે છે. પરદેશના કામકાજ અંગે મિલન-મુલાકાત થઈ શકે છે. જૂની બીમારીમાંથી મુક્તિ મળશે. નોકરિયાત વર્ગને પ્રમોશનના યોગ બની રહ્યા છે. ભગવાન શિવની કૃપાથી પોતાના કાર્યક્ષેત્રમાં વધુ પ્રભાવ અને કૉન્ફિડન્સથી આગળ વધી શકાશે. આ સમયગાળામાં તમને સુખદ અનુભૂતિ થશે
Disclaimer: આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી/સામગ્રી/ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગો / પ્રવચનો / માન્યતાઓ / શાસ્ત્રોમાંથી એકત્રિત કરીને તમારા સુધી લાવવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પ્રસારિત કરવાનો છે, તેના વપરાશકર્તાઓએ તેને માત્ર માહિતી તરીકે લેવી જોઈએ. વધુમાં, વપરાશકર્તા પોતે તેના કોઈપણ ઉપયોગ માટે જવાબદાર રહેશે. ગુજરાતી જાગરણ આની પુષ્ટિ કરતુ નથી. તમારો અભિપ્રાય અમને gujaratijagran@jagrannewmedia.com પર મોકલી શકો છો.
