Navpancham Rajyog 2026: આવતીકાલે આ 4 રાશિઓનું ભાગ્ય રાતોરાત ચમકશે

7 ઓગસ્ટ, 2026ના રોજ સૂર્ય અને શનિના સંયોગથી નવપંચમ રાજયોગ બનશે, જે જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવશે. આ યોગ મેષ, સિંહ, તુલા અને ધન રાશિના જાતકો માટે સફળતા, સન્માન અને આર્થિક પ્રગતિના નવા દ્વાર ખોલશે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Thu, 06 Aug 2026 04:48 PM (IST)Updated: Thu, 06 Aug 2026 04:48 PM (IST)
navpancham-rajyog-2026-surya-shani-navpancham-rajyog-to-bring-success-for-4-zodiac-signs

Navpancham Rajyog 2026: વૈદિક જ્યોતિષમાં જ્યારે ગ્રહ ગોચર કરે અર્થાત રાશિ પરિવર્તનની સ્થિતિમાં હોય, ત્યારે યુતિ અને રાજયોગ રચાય છે. 7 ઓગસ્ટ, 2026ના રોજ સૂર્ય અને શનિ એકબીજાથી લગભગ 120 ડિગ્રીના કોણ પર રહેશે. ગ્રહોની આ સ્થિતિથી ત્રિ-એકાદશ અર્થાત નવપંચમ યોગનું નિર્માણ થશે.

જ્યોતિષ શાસ્ત્રમાં નવપંચમ યોગને સૌથી શુભ યોગો પૈકી એક માનવામાં આવે છે, જે જાતકના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવે છે. આમ તો સૂર્ય અને શનિની વચ્ચે શત્રુતાનો ભાવ છે, પરંતુ જ્યારે આ બન્ને ગ્રહો એક ચોક્કસ ખૂણામાં આવે ત્યારે આ નકારાત્મક અસર ઓછી થઈ જાય છે. આ યોગ સફળત, સમ્માન અને આર્થિક પ્રગતિ કરનાર માનવામાં આવે છે. તો ચાલો જાણીએ કંઈ રાશિઓ પર નવપંચમ યોગ ફળદાયી નીવડશે...

મેષ (Aries Rashifal):

નવપંચમ યોગ તમારા સામાજિક જીવન અને કરિયરમાં સકારાત્મક પરિવર્તન લાવી શકે છે. કોઈ નવી યોજના બનાવી શકો છો. નોકરિયાતોનો આત્મવિશ્વાસ વધે અને તરક્કી થવાના યોગ છે. કાયદાકીય અને કોર્ટને લગતા કામો ઉકેલાય. નવા મકાન, વાહન કે મિલકત ખરીદવાની ઈચ્છા ફળીભૂત થાય. મૂડી રોકાણ માટે ઉચિત નિર્ણય લઈ શકશો. બીજાની વાતોમાં આવીને પોતાની જાતને નુકસાન ના કરી બેસો તેનું ખાસ ધ્યાન રાખજો.

સિંહ (Leo Rashifal)

તમારી રાશિનો સ્વામી સૂર્ય હોવાથી તેના શનિ સાથેના સબંધથી બનતો નવપંચમ યોગ તમારા માટે અત્યંત ફળદાયી નીવડવાનો છે. આર્થિક બાબતોમાં સારો અવસર પ્રાપ્ત થશે. વેપાર-ધંધામાં અટકેલી યોજનાઓ ગતિ પકડી શકે છે. પ્રેમ સબંધ લગ્નમાં પરિણમવાના યોગ બની રહ્યા છે. એક પછી એક લાભકારી તકોનું નિર્માણ થતું રહેશે. નોકરિયાત વર્ગને ફાઈલો અને દસ્તાવેજ સબંધી કામકાજમાં ખાસ કાળજી રાખવાની જરૂર છે.

તુલા (Libra Rashifal)

નવપંચમ યોગ તમારા માટે આકસ્મિક રીતે પ્રગતિના નવા દ્વાર ખોલી શકે છે. આવક પ્રાપ્તિના પ્રયત્નો સફળ થતા જણાય. ધંધાદારી વર્ગને કોઈ મોટી ડીલ હાથ લાગી શકે છે, જે ભવિષ્યમાં મોટો લાભ કરાવશે. કોર્ટ-કચેરીના કાર્યોમાં સાનુકુળતા રહેશે. સંપત્તિ અંગેના પ્રશ્નોનું પોઝિટિવ નિરાકરણ આવશે. ગુસ્સા પર કાબુ રાખવો હિતાવહ રહેશે.

ધન (Sagittarius Rashifal)

આ રાશિના જાતકો માટે નવપંચમ યોગ આવકની નવી દિશા ખોલી શકે છે. લાંબા સમયથી અટકેલા કામો ગતિ પકડશે. નોકરિયાત વર્ગને મોટી તક મળી શકે છે, જે ભવિષ્યમાં લાભદાયી નીવડશે. રોકાણ માટે અનુકુળ સમય છે. ધંધામાં કોઈ અનુભવીની સલાહ મદદરૂપ રહેશે. આ સમયગાળામાં આત્મવિશ્વાસ વધશે અને લક્ષ્ય હાંસલ કરવાનો ઉત્સાહ ચરમ પર પહોંચશે. ખાવા-પીવામાં ખાસ ધ્યાન રાખજો, નહીંતર નાની-મોટી બીમારી થઈ શકે છે.

Disclaimer: આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી/સામગ્રી/ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગો / પ્રવચનો / માન્યતાઓ / શાસ્ત્રોમાંથી એકત્રિત કરીને તમારા સુધી લાવવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પ્રસારિત કરવાનો છે, તેના વપરાશકર્તાઓએ તેને માત્ર માહિતી તરીકે લેવી જોઈએ. વધુમાં, વપરાશકર્તા પોતે તેના કોઈપણ ઉપયોગ માટે જવાબદાર રહેશે. ગુજરાતી જાગરણ આની પુષ્ટિ કરતુ નથી. તમારો અભિપ્રાય અમને gujaratijagran@jagrannewmedia.com પર મોકલી શકો છો.