Guru Purnima: ગુરુ પૂર્ણિમા પર બનતી ગ્રહોની યુતિ 6 રાશિઓના ભાગ્યના દ્વાર ખોલશે, જાતકોને દરેક ડગલે નસીબનો સાથ મળશે

ગુરુ પૂર્ણિમાનો પર્વ 29 જુલાઈ, 2026ના રોજ ઉજવાશે, જે 56 વર્ષ બાદ ગ્રહોના દુર્લભ સંયોગને કારણે અત્યંત ખાસ છે. આ દિવસે બનતા બુધાદિત્ય, શશ અને હંસ રાજયોગ 6 રાશિના જાતકો માટે વિશેષ લાભકારી રહેશે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Tue, 28 Jul 2026 04:30 PM (IST)Updated: Tue, 28 Jul 2026 04:30 PM (IST)
guru-purnima-2026-rare-planetary-conjunction-benefits-these-6-zodiac-signs

Guru Purnima 2026: અષાઢ મહિનાનું પ્રથમ પખવાડિયું પૂર્ણ થવા જઈ રહ્યું છે અને 29 જુલાઈ, 2026ના બુધવારના રોજ પૂનમની તિથિએ ગુરુ પૂર્ણિમાનો પર્વ મનાવવામાં આવશે. ગુરુ પૂર્ણિમાનો પર્વ ગુરુ પ્રત્યે પોતાનો આદર અને કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો પવિત્ર અવસર છે. ગ્રહોથી બનતા યોગની દ્રષ્ટિએ આ વર્ષની ગુરુ પૂર્ણિમા ખૂબ જ ખાસ છે.

વૈદિક પંચાગ પ્રમાણે, આ વર્ષે ગુરુ પૂર્ણિમાના દિવસે વીતેલા 56 વર્ષ બાદ ગ્રહોનો દુર્લભ સંયોગ બનવા જઈ રહ્યો છે. અષાઢ માસની પૂનમની તિથિ 28 જુલાઈ સાંજે 6:18 કલાકે શરૂ થશે, જે 29 જુલાઈ રાત 8:05 વાગ્યા સુધી રહેશે.

ઉદયાતિથિ અનુસાર, ગુરુ પૂર્ણિમાનો પર્વ 29 જુલાઈના રોજ મનાવવામાં આવશે. આ દિવસે ગુરુ પૂજનનો ઉત્તમ સમય સવારે 5:41 થી 9:47 વાગ્યા સુધી રહેશે. આ મુહુર્તમાં ગુરુની પૂજા તેમજ પૂજા-પાઠ કરવાનું વિશેષ ફળ પ્રાપ્ત થાય છે.

56 વર્ષ બાદ બની રહ્યો છે દુર્લભ રાજયોગ

આ વર્ષે ગુરુ પૂર્ણિમાના પર્વ પર સૂર્ય અને બુધની યુતિથી બુધાદિત્ય રાજયોગ બનવા જઈ રહ્યો છે. આ સિવાય ગુરુ પૂર્ણિમાના પર્વે શશ રાજયોગ અને હંસ રાજયોગ જેવા શક્તિશાળી સંયોગ બનવા જઈ રહ્યો છે. આ યોગ બૌદ્ધિક ક્ષમતા, કરિયર અને માન-સન્માનમાં વૃદ્ધિ કરે છે. ખાસ વાત એ છે કે, ગ્રહોનો આ દુર્લભ સંયોગ 56 વર્ષ બાદ એકસાથે બનવા જઈ રહ્યો છે. જેનાથી 6 રાશિના જાતકોને વિશેષ લાભ થશે.

 

  • મેષ (Aries Rashifal): ગ્રહોના દુર્લભ સંયોગથી છેલ્લા કેટલાક સમયથી તમારા જીવનમાં ચાલી આવતી સમસ્યાનું સમાધાન મળવાથી રાહત મળશે. વડીલોપાર્જિત મિલકતમાં ફાયદો થઈ શકે છે. નોકરીમાં માલિક અથવા ઉપરી અધિકારી આપના કામથી ખુશ રહેશે.
  • વૃષભ (Taurus Rashifal): આ સમયમાં તમને મહેનતનું મીઠું ફળ ચાખવા મળી શકે છે. આવકના બંધ દ્વાર ખુલતા જણાય. લાંબ સમયથી અટકેલા ગામો પૂરા થવાના યોગ બની રહ્યા છે. તમે વિરોધીઓના દિલ જીતી શકશો. વેપાર-ધંધામાં ઉન્નતિ થઈ શકે છે.
  • સિંહ (Leo Rashifal): તમારા માટે રોકાણ કરવાનો શ્રેષ્ઠ સમય બની રહ્યો છે. વર્ષથી અટકેલા પૈસા પરત મળવાથી આર્થિક સ્થિતિ સુધરશે. વડીલોની સલાહ ભવિષ્ય માટે ખૂબ જ મદદગાર નીવડશ. દાંમ્પત્ય જીવનમાં ડગ માંડી શકશો.નોકરિયાતોને માન-સન્માન પ્રાપ્ત થાય.
  • ધન (Sagittarius Rashifal): આ રાશિના જાતકોને ધંધામાં સ્પર્ધાત્મક બાબતમાં સારું પરિણામ મળશે.નોકરિયાતોને ઉપરી વર્ગથી મનમેળ સારો રહે. વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસમાં પ્રગતિ થાય. ગુરુ અને સૂર્યના પ્રભાવથી તમારું જ્ઞાન અને સફળતા બન્ને જબરદસ્ત વધારો થશે.
  • મકર (Capricorn Rashifal): મકાન કે વાહન ખરીદવાનું વિચારી રહ્યા હોય તો તમારા માટે શ્રેષ્ઠ સમય છે. જૂના રોકાણ પર તગડું વળતર મેળવવાના યોગ બની રહ્યા છે. સમાજમાં માન-પ્રતિષ્ઠા વધશે. અંગત સમસ્યાનું જલ્દી નિરાકરણ આવી શકે છે. કામકાજમાં ધાર્યા પ્રમાણે પરિણામ પ્રાપ્ત થશે.
  • કુંભ (Aquarius Rashifal): ગુરુ પૂર્ણિમાએ બનતો ગ્રહોનો દુર્લભ યોગ તમારા માટે આકસ્મિક ધનલાભ લઈને આવી રહ્યો છે. તમે અઘરા અને અટવાયેલા કામકાજ સહજતાથી પાર પાડી શકશો.પ્રગતિકારક તકનું નિર્માણ સંભવ. પરદેશના કામકાજ અંગે મિલન-મુલાકાત થઈ શકશે.મુશ્કેલીના સંજોગોમાંથી બહાર નીકળી શકાશે.

 

Disclaimer: આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી/સામગ્રી/ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગો / પ્રવચનો / માન્યતાઓ / શાસ્ત્રોમાંથી એકત્રિત કરીને તમારા સુધી લાવવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પ્રસારિત કરવાનો છે, તેના વપરાશકર્તાઓએ તેને માત્ર માહિતી તરીકે લેવી જોઈએ. વધુમાં, વપરાશકર્તા પોતે તેના કોઈપણ ઉપયોગ માટે જવાબદાર રહેશે. ગુજરાતી જાગરણ આની પુષ્ટિ કરતુ નથી. તમારો અભિપ્રાય અમને gujaratijagran@jagrannewmedia.com પર મોકલી શકો છો.