Budh Gochar: મેષમાં બુધાદિત્ય યોગની કમાલથી 3 રાશિના કિસ્મતના તાળા ખુલશે, 30 એપ્રિલથી કંગાલિયત દૂર થતાં જાતકોનો જમાનો આવશે

બુધનું ગોચર અત્યંત મહત્ત્વનું છે, કારણ કે આ સમયે સૂર્ય પણ પોતાની ઉચ્ચ રાશિ મેષમાં જ બિરાજમાન રહેશે. એવામાં મેષમાં બુધ અને સૂર્યની યુતિથી બુધાદિત્ય રાજયોગ બનશે.

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Wed 15 Apr 2026 05:00 PM (IST)Updated: Wed 15 Apr 2026 05:00 PM (IST)
budh-gochar-2026-budhaditya-yoga-brings-big-luck-for-these-3-zodiac-signs-728543
HIGHLIGHTS
  • 30 એપ્રિલે બુધ મેષ રાશિમાં પ્રવેશ કરશે

Budh Gochar 2026: ગ્રહોના રાજકુમાર ગણાતા બુધ ગ્રહ 11 એપ્રિલથી મીન રાશિમાં બિરાજમાન છે. આ રાશિમાં બુધની સ્થિતિ ઘણી જ નબળી માનવામાં આવે છે.

જો કે આગામી 30 એપ્રિલે સવારે 6:38 કલાકે બુધ મીન રાશિમાંથી નીકળીને મેષ રાશિમાં ગોચર કરવાના છે, જ્યાં પહેલાથી જ મિત્ર ગ્રહ સૂર્ય બિરાજમાન છે. એવામાં મેષ રાશિમાં સૂર્ય અને બુધની યુતિથી બુધાદિત્ય યોગનું નિર્માણ થવા જઈ રહ્યું છે.

જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર, બુધ ગ્રહ વાણી, બુદ્ધિ, તર્ક, સંવાદ અને વેપારને કારક માનવામાં આવે છે. બુધનું ગોચર તમામ 12 રાશિના જાતકો પર કંઈક અંશે અસર તો કરતું જ રહે છે.

એવામાં બુધ ગ્રહનું મેષમાં આગમન જ્યોતિષની દ્રષ્ટિએ મહત્ત્વપૂર્ણ ઘટના માનવામાં આવે છે. આ દરમિયાન કેટલીક રાશિના જાતકોને જીવનમાં સકારાત્મક પરિવર્તન જોવા મળશે, તો ચાલો જાણીએ કંઈ છે આ લકી રાશિ…

મેષ (Aries Rashifal)

બુધ દેવ આ રાશિના જાતકોની કુંડળીમાં ત્રીજા અને છઠ્ઠા ભાવના સ્વામી હોય છે. હવે તે લગ્ન ભાવમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે. એવામાં જાતકોની સમાજમાં માન-પ્રતિષ્ઠા વધશે. તમારો આત્મવિશ્વાસ વધારે દ્રઢ બનશે. નોકરીમાં પરિવર્તનની ઈચ્છા રાખનારાઓ માટે અનુકુળ સમય છે. મહેનતનો યોગ્ય બદલો મળશે. તમે વિરોધીઓને પરાસ્ત કરી શકશો.

મિથુન (Gemini Rashifal)

આ રાશિના જાતકો માટે બુધ અત્યંત અગત્યનો ગ્રહ છે, કારણ કે તે તમારી જ રાશિના સ્વામી છે. એવામાં બુધનું આ ગોચરથી તમે પડકાર સ્વીકારવા માટે માનસિક રીતે મજબૂત બનશો. પરિવારમાં શાંતિ અને ખુશીનું વાતાવરણ રહેશે. વિદ્યાર્થીઓને સફળતા સૂચક માર્ગદર્શન મળી રહેશે. ધંધામાં નવું સાહસ કરવાથી આર્થિક ફાયદો થાય. સ્વાસ્થ્ય સારું રહેશે.

મકર (Capricorn Rashifal)

આ રાશિના જાતકોની કુંડળીમાં બુધ ભાગ્ય ભાવ અર્થાત નવમા ભાવના સ્વામી હોય છે. એવામાં બુધના ગોચરથી તમે અંતરાયોને પાર કરીને સફળતાની સીડી ચઢી શકશો. આર્થિક પ્રગતિમાં ભાગ્યનો ભરપુર સાથ મળશે. માનસિક તણાવ ઓછો થતાં રાહત રહેશે. જીતનો માર્ગ મોકળો થશે. કોઈ સારા સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. મૂડી રોકાણ માટે ઉચિત નિર્ણય લઈ શકશો.

Disclaimer: આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી/સામગ્રી/ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગો / પ્રવચનો / માન્યતાઓ / શાસ્ત્રોમાંથી એકત્રિત કરીને તમારા સુધી લાવવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પ્રસારિત કરવાનો છે, તેના વપરાશકર્તાઓએ તેને માત્ર માહિતી તરીકે લેવી જોઈએ. વધુમાં, વપરાશકર્તા પોતે તેના કોઈપણ ઉપયોગ માટે જવાબદાર રહેશે. ગુજરાતી જાગરણ આની પુષ્ટિ કરતુ નથી. તમારો અભિપ્રાય અમને gujaratijagran@jagrannewmedia.com પર મોકલી શકો છો.